Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

જામનગરમાં અજાણ્‍યા પુરૂષનું મોત

ત્રણ જુગારના દરોડામાં ૭ મહિલા પણ ઝડપાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: અહીં ગાંધીનગર સાંઈબાબાના મંદિર પાસે બ્‍લોક નં.ઈ/ર૪ વાળા એ સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, કોઈ અજાણ્‍યો પુરૂષ ઉ.વ.આશરે ૬પ વાળાને સ્‍વસ્‍તીક સોસાયટી, જામનગર માંથી ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે જી.જી.હોસ્‍પિટલમાં સારવારમાં દાખલ કરેલ હોય અને ઈમરજન્‍સી વોર્ડમાં સારવાર દરમ્‍યાન કોઈ બીમારી સબબ મૃત્‍યુ પામેલ છે.

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હર્ષદભાઈ દલપતભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર, ખોડીયાર નગર ચોથાભાઈ  ના ઘર પાસે આરોપી ચોથાભાઈ રણછોડભાઈ રાંદલપરા, રોહિત રમેશભાઈ મકવાણા, ભીખુ ઉર્ફે પરેશ પોલાભાઈ ડાંગર, મંજુબેન બાલાભાઈ રવજીભાઈ અમેજારીયા, મીનાબેન નાગજીભાઈ જેશીભાઈ મકવાણા, ગીતાબેન કરશનભાઈ પાલાભાઈ ડાભી, મનીષાબેન કરશનભાઈ મનસુખભાઈ સીહોરા, કિરણબેન બાવનજીભાઈ મોહનભાઈ ડાભી એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૧,રર૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂ સાથે ઝડપાયા

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, કિશાન ચોક બારાળી બંદુકવાળાની દુકાન પાસે આરોપી હિરેનભાઈ કિરીટભાઈ વશીયર એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/-  ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરસિંહ જગદીશસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જી.આઈ.ડી.સી. ફેસ-ર ભાનુ વે-બ્રીજ પાસે દરેડમાં આરોપી સંદિપભાઈ મફતસિંહ સોઢા  દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/-  ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કોપર વાયરની ચોરી

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં રાજશીભાઈ લાખાભાઈ કરમુર, ઉ.વ.૩૪, રે. નાની રાફુદળ ગામ વાળા એ ફરીયાદ નોધાવી છે કે, કાનવીરડી ગામની સીમ વિસ્‍તારમાં આવેલ ગામના સર્વે નંબરમાં આવેલ પવનચકકીના પોલ નંબર ૧૧૪, ૧૧પ,૧૧૬, ૧૧૯ માંથી કુલ ચારે પોલ માંથી કુલ કોપર વાયર ૧૦૦ મીટર જેની કિંમત રૂ.રપ૦૦૦ ના મુદામાલની કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

બાલવા ગામે જુગાર

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. દિલીપસિંહ વાઘુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બાલવા ગામના ઈન્‍દીરા સોસાયટી, જુનો વણકરવાસ બાલ મંદિર વાળી શેરીમાં આરોપીઓ ગૌતમભાઈ હમીરભાઈ ધુડા, વિનોદભાઈ લાભુભાઈ ધુડા, હસમુખભાઈ ઉર્ફે ભોલો દાનજીભાઈ સંગરખીયા, પાલાભાઈ કારાભાઈ ચુડાસમા, દિવ્‍યાબેન હસમુખભાઈ સંગરખીયા, ભારતીબેન બાબુભાઈ ભાદરકા, હંસાબેન પોલાભાઈ ખીમાભાઈ ચુડાસમા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦૦પ૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જુગાર રમતા ( ઝડપાયા

જામનગર ઉનની કંદોરી પાસે મીલની દીવાલ પાસે જાહેરમાં સ્‍ટ્રીટ લાઇટના ;

અજવાળે અમુક ઇસમો જુગાર રમે છે. તેવી હકીકતના આધારે રેઇડ કરતા આરોપી નં. (૧) હબીબભાઇ મુસાભાઇ ખફી રહે. જુની હર્ષદમીલની ચાલી ઉનની કંદોરની બાજુમા (૨) પ્રકાશભાઇ જેઠાભાઇ પરમાર રહે. બાઇની વાડી આંબેડકરવાસ (૩) ધર્મેન્‍દ્રભાઇ મોહનલલા કુંડલીયા રહે. સુભાષ શાકમાર્કેટ કુંડલીયાફળી (૪) શબીરભાઇ અકબરઅલી ભારમલ રહે. કાલાવડ નાકા બહ્મર એસ.ટી ડીવીઝનની સામે સનમ સોસાયટી શેરી નં.૧ વાળાઓ પકડાઇ ગયેલ અને રૂ.૧૨,૬૦૦/ના મુદ્દામાલ સાથે પકડી પાડી પો.કોન્‍સ. યોગેન્‍દ્રસિહ નીરૂભા સોઢા એ ફરીયાદ આપી પોલીસ હેડ કોન્‍સ. દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયાએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમાં ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. પી.પી.ઝા પો.સબ.ઇન્‍સ બી.એસ.વાળા  પો.હેડ.કોન્‍સ. દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા રવીરાજસિહ અનીરૂદ્ધસિહ જાડેજા તથા  રવીન્‍દ્રસિહ નાથુભા પરમાર તથા મહીપાલસિહ મયુરસિહ જાડેજા તથા શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા પો.કોન્‍સ. શીવરાજસીહ નટ્‍ુભા રાઠોડ તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા રવીભાઇ ગોવીંદભાઇ શર્મા તથા યોગેન્‍દ્રસિહ નીરૂભા સોઢા તથા વીરેન્‍દ્રસિહ ભરતસિહ જાડેજા તથા વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા ખોડુભા કનુભા જાડેજા તથા રાજેન્‍દ્રસિહ ધનશ્‍યામસિહ ડોડીયા તથા મહેન્‍દ્રભાઇ રમેશભાઇ પરમાર તથા દ્વારા કરવામા આવેલ છે

(1:12 pm IST)