Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ગોંડલના મોવિયા ગામે જાહેરમાં જુગાર રમતા ૭ પત્તાપ્રેમી પકડાયા

૭૭ હજારની રોકડ સહિત ૧.૩૯ લાખનો મુદામાલ કબ્‍જેઃ તાલુકા પોલીસનો દરોડો

રાજકોટ તા. ર૧: ગોંડલના મોવિયા ગામે તાલુકા પોલીસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા સાત શખ્‍સોને ઝડપી લીધા હતા. મળતી વિગતો મુજબ ગોંડલના મોવિયા ગામની ભંગડી સીમ વિસ્‍તારમાં જાહેરમાં જુગાર રમાતા હોવાની બાતમી મળતા તાલુકાના પી.એસ.આઇ. મહિપતસિંહ ઝાલા તથા હેડ કો. શકિતસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) મોહન હીરજીભાઇ દુ઼દાણી ઉ.વ. ૭૩ ધંધો નિવૃત, (ર) ગિરધર ઉર્ફે ગોગન ભગવાનજીભાઇ સરધારા ઉ.વ. પપ ધંધો ખેતી, (૩) મનસુખ ઉર્ફે મુન્‍નો પાંચભાઇ ટારીયા ઉ.વ. ૪ર ધંધો માલઢોર, (૪) જસા ભીખાભાઇ ગોલતરા ઉ.વ. ૪૮ ધંધો માલઢોર, (પ) રમેશ નાગજીભાઇ મેર ઉ.વ. પ૦ ધરંધો ડ્રાઇવિંગ, ગોંડલ (૬) રમે કનુભાઇ સોલંકી ઉ.વ. ૪૯ ધંધો, મજુરી તથા (૭) ઉમેશ કનુભાઇ સોલંકી ઉ.વ. ૪૦ ધંધો મજુરી રે. તમામ મોવિયા ગામને રોકડા રૂા. ૭૭,ર૭૦ તથા ત્રણ મોટર સાયકલ મળી કુલ ૧.૩૯ લાખના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(2:16 pm IST)