Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

સુરેન્‍દ્રનગરના અખિયાણા પાસે ટ્રેલર - ટ્રેકટર વચ્‍ચે અકસ્‍માત : ૨ મોત : ૨૨ને ઇજા

સવલાસ ગામેથી ખેત મજુરી માટે જતા મજૂરોને અકસ્‍માત નડયો : ૧૩ના હાથ-પગ ભાંગી ગયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૧ : સુરેન્‍દ્રનગર જિલ્લાના અખીયાણા ગામ નજીક આજે વહેલી સવારે મજુર ભરેલું જે ટ્રેક્‍ટર જતું હતું તેની સામે ધડાકા ભેર ટ્રેલર અથડાયું છે જેને લઈને ટ્રેક્‍ટરમાં સવાર ૨૨ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે અને બે લોકોના ઘટના સ્‍થળે મોત ની બાજુમાં પામ્‍યા છે. જેમાં એક મહિલા અનેક પુરૂષનું મોત નીપજયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

સારવાર આપ્‍યા બાદ ધાંગધ્રા રિફર કરવામાં આવ્‍યા હતા અને ત્‍યારબાદ અમુકની તબિયત અત્‍યંત નાજુક હોય જેમને સુરેન્‍દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્‍યા છે.

આજે વહેલી સવારે પાટડી તાલુકાના સવલાસ ગામેથી ૨૪ લોકો ખેતી કામ માટે ટ્રેક્‍ટરથી નીકળ્‍યા હતા અને જેમાં નાના બાળકો વૃદ્ધો મહિલાઓ યુવકો ટ્રેક્‍ટરમાં સવાર હતા ત્‍યારે હાલની પરિસ્‍થિતિ મુજબ મળતી વિગત મુજબ સામેથી આવતું ટ્રેલર જીવલેણ સાબિત થયું છે બે લોકોના જીવ લઈ લીધા છે અને ૨૨ લોકોને ઇજાઓ પહોંચી છે. અત્‍યારે આ ટ્રેલર ચાલક હાલમાં ટ્રેલર મૂકી નાસી છૂટ્‍યો છે.

ઘટનાની જાણ થતા સરપંચ સહિતના આગેવાનો પણ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા છે અને તમામની ઓળખ શરૂ કરવામાં આવી છે અને પરિવારજનોને જાણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અખિયાણા ગામ નજીક સર્જાયેલા આ અકસ્‍માતમાં વહેલી સવારે પાટડી તાલુકાના સવલાસ ગામેથી ખેતી કામ માટે ટ્રેક્‍ટરમાં સવારી કરીને જઈ રહ્યા હતા તે દરમિયાન અખિયાણા નજીક અકસ્‍માત સર્જાયો છે ત્‍યારે ૨૨ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તેમને પૂછપરછ કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે સામેથી આવતું ટ્રેલર કે તેનો ચાલક હતો ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને સીધું જ ટ્રેક્‍ટરની માથે ટ્રેલર ચડી ગયું છે અને તે દરમિયાન બાળકો વૃદ્ધો અને મહિલાઓને ઇજાઓ પહોંચી છે અને જાણે કાળ સામે આવતો હોય તેવો અહેસાસ આ અકસ્‍માતમાં થયો હોવા નું ઇજાગ્રસ્‍તો જણાવી રહ્યા છે. હાલ માલવણ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે.

(1:20 pm IST)