Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ટંકારા પંથકમાં ઇન્‍સ્‍ટાગ્રામથી સંપર્કમાં આવેલ સગીરાને યુવાન ભગાડી ગયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : ટંકારા પંથકમાં ઈન્‍સ્‍ટાગ્રામથી સગીરાના સંપર્કમાં આવેલ યુવાન સગીરાને ભગાડી જતા ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા ઇન્‍સ્‍ટાગ્રામ પર સુરજ ચૌધરી નામના એક યુવકના સંપર્કમાં આવી હતી અને બાદમાં સુરજ ચૌધરી નામનો શખ્‍સ સગીરાને ભગાડી લઇ ગયો હોવાની ઘટના સામે આવતા પરિવારજનો ચિંતિત થયા હતા અને ટંકારા પોલીસમાં સગીરાની માતા એ ઇન્‍સ્‍ટાગ્રામ આઈ.ડી. સુરજ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં સુરજ ચૌધરી સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે વાલીપણામાંથી ભગાડી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો ટંકારા પોલીસે બનાવની ગંભીરતા જાણી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(1:26 pm IST)