Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

હળવદના મેરૂપર ગામે પોસ ડોડાના જથ્‍થા સાથે ભૂપત પરમાર પકડાયો

ખુમાન રજપૂતે રે. પાંડાતીરથનું નામ ખુલ્‍યું : મોરબી એસઓજીનો દરોડો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : મોરબી એસ.ઓ.જી.ટીમે પોલીસે હળવદના મેરૂપર ગામમાં આવેલ ખરાબાની જગ્‍યામાં દરોડા પાડીને પોસ ડોડાના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો. તો અન્‍ય એકનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી એસ.ઓ.જી. પોલીસે ચોક્કસ બાતમીને આધારે મેરૂપર ગામે આવેલ સીમમાં જવાના રસ્‍તે આડા મારગ પાસે આવેલ ખરાબાની જગ્‍યામાં ૫૪ વર્ષીય છગનભાઇ અમરશીભાઇ પરમારના ડેલામાં પોસ ડોડાનો જથ્‍થો છુપાવીને વેચાણ થતું હોવાની બાતમીના આધારે દરોડા પાડતા આરોપી ભુપત ઉર્ફે મંગલભાઇ અમરશીભાઇ પરમાર રૂપિયા ૫૦૦૦ની કિમતના એક મોબાઈલ ફોન અને રૂપિયા ૨૨૯૮૦ની કિંમતના ૭ કિલો ૬૬૦ ગ્રામ વનસ્‍પતી જન્‍ય માદક પદાર્થ પોશ ડોડાનો જથ્‍થોના જથ્‍થા સાથે મળી આવ્‍યો હતો.

પોલીસની વધુ પુછપરછમાં ખુમાન રજપૂત રહે-પાંડાતીરથ તા.હળવદ વાળાનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. વિશેષ તપાસ હળવદના પી.એસ.આઇ. એમ.જે.ધાંધલ ચલાવી રહ્યા છે.

(1:30 pm IST)