Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

જેતપુર ખનીજ માફીયા દ્વારા રોયલ્‍ટી ચોરી થતી હોવાની શંકાના આધારે ૮ ટ્રકો જપ્ત : ગેરરીતી ખુલ્લી

અંદાજીત ૧પ લાખનો દંડ થવાની ચર્ચા

(કેતન ઓઝા) જેતપુર, તા., ૨૧: શહેરના અમરનગર રોડ વિસ્‍તારમાં નીકળેલ રાજેશને ખનીજ ભરેલ ટ્રકમાં ગેરરીતી આચરાતી હોવાની શંકા જતા તપાસની ટ્રકો ઓવર લોડ ભરેલ હોય તુરંત મામલતદાર અને પોલીસ ટીમને સાથે ખાણ ખનીજ ખાતાને જાણ કરતા તમામ ટીમે કુલ આઠ ટ્રકો કે જેમાં ૭ ટ્રકોમાં સફેદ પથ્‍થર (બેલા) અને ૧માં બ્‍લેક ટ્રેપ (કાળો પથ્‍થર) ભરેલ હોય તમામ ટ્રકો અંદાજીત રૂા.  ૧.રર કરોડનો મુદામાલ જપ્ત કરી અત્રેના જુનાગઢ રોડ પર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે રાખી ખાણ ખનીજ ખાતાના અધીકારીઓએ તમામ ટ્રકો વિશે તપાસ કરતા બે ટ્રકો ઓવરલોડ ભરેલ હતા તેમજ ૬ ટ્રકોમાં ભરેલ ખનીજની રોયલ્‍ટી ભરેલ ન હોવાનું બહાર આવેલ. આ ગેરરીતી અંગે એવુ જાણવા મળેલ કે અંદાજીત ૧પ લાખ જેવો દંડ થઇ શકે.

જો કે હજી સુધી પોલીસ ફરીયાદ થવા પામી નથી આજે ખાણ ખનીજ ખાતા દ્વારા તમામ તપાસ થયા બાદ તમામ ટ્રકો એક જ માલીકના છે કે અલગ અલગ કુલ કેટલો દંડ થઇ શકે તેની ફરીયાદ નોંધાયા બાદ વિગત બહાર આવશે.

(2:07 pm IST)