Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મોરબીના પાંજરાપોળમાં જિલ્લાના ધારાસભ્યોનો ઉઘરેજા પરિવાર દ્વારા સન્માન સમારોહ યોજાયો

મોરબીના મકનસર પાસે સરતાનપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે ટ્રસ્ટી વેલજીભાઇ ખોડાભાઈ ઉઘરેજા (બોસ) અને તેઓના પરિવાર દ્વારા મોરબી જિલ્લાના ધારાસભ્યોનું સન્માન, ગૌવંશ દર્શન તથા વન દર્શનના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે મોરબીના જાણીતા બજરંગ ધૂન મંડળ દ્વારા જમાવટ કરવામાં આવી હતી

મોરબી જિલ્લાના ધારાસભ્યોનું સન્માન, ગૌવંશ દર્શન તથા વન દર્શનના કાર્યક્રમનું મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઇ ખોડાભાઈ ઉઘરેજા (બોસ) તથા તેના પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી પાંજરાપોળના તમામ ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા ત્યારે વેલજીભાઇ ખોડાભાઈ ઉઘરેજાએ જણાવ્યુ હતું કે એક સમયે મોરબી પાંજરાપોળના માત્ર ૧૨૦૦ જેટલા જ ગૌવંશ હતા જો કે, મોરબીના દાતાઓના સહકારથી વર્તમાન ટિમ જે કામ કરી રહી  છે તેના લીધે આજની તારીખે મોરબીની પાંજરાપોળમાં ૪૫૦૦ જેટલા અબોલ જીવનું જતન કરવામાં આવી રહ્યું છે

વધુમાં વેલજીભાઇ ખોડાભાઈ ઉઘરેજાએ જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લાના ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરિયાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીતુભાઈ સોમાણી બીજા કાર્યક્રમમાં હાજર હોવાથી આવી શક્ય ન હતા જો કે, તે સિવાયના ત્રણેય ધારાસભ્યો હાજર રહ્યા હતા અને તેની સાથે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ તકે પ્રકાશભાઈ વરમોરા અને દુર્લભજીભાઈ દેથરિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, મચ્છુ-૨ ડેમ પાસે પાંજરાપોળની ૧૧૦૦ વીઘા જમીન આવેલ છે તેને દાતાઓના સહયોગથી ડેવલોપ કરીને ત્યાં ગાય માતાના મંદિર સહિત લોકોને ફરવા માટેનું ઉત્તમ સ્થળ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે તેવું જણાવ્યુ હતું

આ સન્માન સમરોહની સાથે ગૌવંશ દર્શન અને વન દર્શનનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ત્યારે મોરબીની પાંજરાપોળમાં દર વર્ષે કરોડો રુપિયાનું દાન આપતા બજરંગ ધૂન મંડળનો ભજનનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો જેમાં હાજર રહેલા લોકોએ રાસ ગરબાની જમાવટ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા વેલજીભાઇ ખોડાભાઈ ઉઘરેજા તેમજ તેના પરિવારજનો અને મોરબી પાંજરાપોળના તમામ ટ્રસ્ટીઓ સહિતના લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

   
   
 
(3:20 pm IST)