Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

કચ્છમાં ડ્રેગનફ્રુટનો બંપર પાકઃ નિકાસ પર ખેડૂતોની નજર

આ વર્ષે ૫૦૦ હેકટરમાં વાવેતર

રાજકોટ, તા.૨૧: કચ્છ ડ્રેગન ફ્રુટ ઉત્પાદનનું હબ બની રહ્યું છે જે અનુ કૂળ હવામાન અને જીલ્લાના વિકાસશીલ ખેડુતોને આભારી છે. ગયા વર્ષે જીલ્લામાં લગભગ ૨૦૦૦ ટન ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન થયુ હતું. આ વર્ષે લગભગ ૫૦૦ હેકટરમાં તેનું વાવેતર થયુ છે. આ ફળને સ્થાનિક ભાષામાં કમલમ કહેવામાં આવે છે.

દેશના ડ્રેગન ફ્રુટના વાવેતરના કુલ હિસ્સાનો લગભગ ૨૦ ટકા અને રાજયના વાવેતરના કુલ હિસ્સાનો લગભગ ૬૦ ટકા વિસ્તાર કચ્છમાં છે. હોર્ટીકલ્ચર વિભાગ અનુસાર, ૨૦૧૮-૧૯માં ડ્રેગન ફ્રુટનો કુલ વાવેતર હેકટર થયો હતો. આ ફળના ફુલ જો મહિનામાં આવતા હોય છે અને ચોમાસામાં તેનો પાક આવે છે જે લગભગ છેલ્લા વરસાદ સુધી મળતો રહે છે તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જણાવે છે.

આ ફળનું વાવેતર કચ્છમાં ૨૦૧૪મા઼ શરૃ થયુ જયારે વિશાલ ગડા નામના એક ખેડૂતે શ્રીલંકાથી આનુ બીયારણ લાવીને તાઇવાની લાલ વેરાઇટીનું વાવેતર શરૃ કર્યુ. તેમણે અન્ય ખેડૂતોને પણ બીયારણ આપ્યુ અને જીલ્લાના ખેડૂતોને પ્રશિક્ષણ પણ આપ્યુ હતું.વિશાલે કહ્યું, કચ્છમાં આ ફળનું વાવેતર લગભગ ૫૦૦ હેકટરમાં થાય છે. ઉત્પાદનના ૭૫ ટકા ગુજરાતની બહાર મુંબઇ, જયપુર અને દિલ્હીમાં મોકલાય છે. આ ફળનું વધી રહેલું ઉત્પાદન તેની આયાત ઘટાડીને ડોલર બચાવી રહ્યું છે.કૃષિ મંત્રાલયના હમણાંના એક સ્ટેટમેન્ટ અનુસાર, ભારતમાં કમલમની આયાત ૨૦૧૭માં ૩૨૭ ટનથી શરૃ થઇ હતી જે ૨૦૧૯માં વધીને ૯૧૬૨ ટન પર પહોંચી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં માંગ વધવાથી આયાતમાં વધારો થયો છે અને વાર્ષિક આયાત લગભગ રૃપિયા ૧૦૦ કરોડ પર પહોંચી છે.

 

(4:01 pm IST)