Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

નશીલા પદાર્થોનું વેચાણ : ખરાબાની જગ્યામાં પોસ ડોડાના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી એસ.ઓ.જી.ટીમે પોલીસે મેરૂપર ગામમાં આવેલ ખરાબાની જગ્યામાં દરોડા પાડીને પોસ ડોડાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો

મોરબી એસ.ઓ.જી.ટીમે પોલીસે મેરૂપર ગામમાં આવેલ ખરાબાની જગ્યામાં દરોડા પાડીને પોસ ડોડાના જથ્થા સાથે એકની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો અન્ય એકનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે

મોરબી એસ.ઓ.જી. પોલીસે ચોક્કસ બાતમીને આધારે મેરૂપર ગામે આવેલ સીમમાં જવાના રસ્તે આડા મારગ પાસે આવેલ ખરાબાની જગ્યામાં ૫૪ વર્ષીય છગનભાઇ અમરશીભાઇ પરમારના ડેલામાં પોસ ડોડાનો જથ્થો છુપાવીને વેચાણ થતું હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હોય જ્યાં આરોપી ભુપતભાઇ ઉર્ફે મંગલભાઇ અમરશીભાઇ પરમાર રૂપિયા ૫૦૦૦ની કિમતના એક મોબાઈલ ફોન અને રૂપિયા ૨૨૯૮૦ની કિમતના ૭ કિલો ૬૬૦ ગ્રામ વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશ ડોડાનો જથ્થોના જથ્થા સાથે મળી આવ્યા હતા
પોલીસની વધુ પુછપરછમાં ખુમાન રજપૂત (રહે-પાંડાતીરથ તા.હળવદ વાળા)નું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

(9:04 pm IST)