Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ગુરૂ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વર ગુરૂ સાક્ષાત પર બ્રહ્મઃ તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ

ગુરૂપુર્ણિમાના પાવન પ્રસંગે, ગુરૂ મહિમા ગુરૂ પુર્ણિમા એટલે વ્યાસ પુર્ણિમા ગુરૂ પૂજનનો અનેરો અવસર વેદ વ્યાસજીએ અઢાર પુરાણોની રચના કરી પણ તેનો સાર મણ બે વચનમા કરવો હોય તો,

અષ્ટદશા પુરાણમુ વ્યાસસ્ય વમન દુયં ા

પરીપક્ષરાય પુણ્યાય પાપાય પરપિડયમ ાા

અર્થાત : પરોપકાર કરવો અને પુણ્ય કરવુ પાપ ન કરવુ અને પરપિડન વૃતિથી દુર રહેવુ એવો સંદેશ આપે છે.

જીવનમાં ગુરૂ વિના જ્ઞાન પ્રાપ્ત કરી શકાતુ નથી. જ્ઞાન એટલે વિદ્યા વિદ્યા ૩૨ પ્રકારની છે અને કળા ૬૪ પ્રકારની છે.

સહવિદ્યા એટલે  સા વિદ્યા  મા વિમુકતયે અને અસહવિદ્યા

અસુરી વિદ્યા જે બધી વિદ્યાઓ શ્રીકૃષ્ણ વંદે જગત ગુરૂમનું બિરૂદ પ્રાપ્ત કરે છે. એવા શ્રીકૃષ્ણ પરમાત્માએ સાંદિપની ગુરૂના આશ્રમમાં રહીને પ્રાપ્ત કરેલ શ્રી રામચંદ્ર ભગવાનને પણ ગુરૂ વશિષ્ઠજીના સાનિધ્યમાં જ્ઞાન પાર્જન કરેલ.

ગુરૂ એટલે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ.

ગુરૂજી અંધકારને દૂર કરી પ્રકાશ તરફ પથદર્શક બને, પ્રજાવલીતો જ્ઞાનમય પ્રદિપ : જ્ઞાનરૂપ દિપક પ્રજજવલીત કરે છે. ગુરૂદત્તાત્રેયજીએ ૨૪ ગુરૂ કરેલા એ બધા જ પાસેથી ગુણ ગ્રાહી બનીને સાર ગ્રહણ કરેલો.

કેટલાક ગુરૂ શ્રીફળ જેવા હોય છે. જે બહાર કઠીન અંદર મુલાયમ હોય છે. કોઇક ગુરૂ બદરીફળ (બોર) જેવા હોય છે. જે બહારથી પોચા અને અંદરથી કઠણ હોય છે.

ગુરૂ બીન જ્ઞાન ન ઉપજે ગુરૂ બીન મીટે ન ભેદ

ગુરૂ બીન સંશય ન મીટે જય જય શ્રી ગુરૂદેવ

ગુરૂ વિના જ્ઞાનની પ્રાપ્તી થતી નથી. શિષ્યત્વની લાયકાત મુજબ જ્ઞાન પરંપરા પ્રાપ્ત કરાવે છે.  લાયકાત મુજબ જ્ઞાન પરંપરા પ્રાપ્ત કરાવે છે. વિદ્યા જ્ઞાન કર્મ કૌશલ ટેકનીકલ કે અન્ય કાર્ય ગુરૂ પરંપરાથી પ્રાપ્ત થાય છે. આગામી ગુરૂપુર્ણિમાના શુભ અવસરે રાજકીય સંસ્કૃત પાઠશાળા જામનગર (છોટેકાશી)ના ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના છાત્રજનોને  પ્રાચ્ય છાત્ર મંગળ દ્વારા શ્રી જામરણજીતસિંહજી છાત્રાલયમાં ગુરૂપુજન અર્ચનનો અમુલ્ય અવસર પ્રાપ્ત થયેલ છે.

વિશેષમાં વિજયભાઇ વ્યાસ જસદણવાળા ખાસ જણાવે છે કે, તા.રરને ગુરૂવારના રોજ બપોર પછી ૩:૩૦ કલાકથી જ્ઞાનગુરૂ ગૌરવ એવોર્ડ ૨૦૨૧નો કાર્યક્રમ રાખેલ છે તો બધા વિદ્યાર્થીઓ ેહાજર રહેવુ અને રાત્રીનું ભોજન પ્રસાદ કિશોરભાઇ જોશી મુંબઇવાળા તરફથી છે અને જ્ઞાનગુરૂ ગૌરવ એવોર્ડના દાતાશ્રી રાજુભાઇ રતિલાલ વ્યાસ આદરણા મોરબીવાળા તરફથી છે. ગુરૂપુર્ણિમા તા.૨૩ના રોજ પ્રાતકાળે પ્રથમ સત્રમાં દિવંગત ગુરૂજનો આદ્ય જગદગુરૂ શંકરાચાર્યજી, હાથીભાઇ શાસ્ત્રી તથા પુ.મોટાભાઇ શ્રી મહાશંકરભાઇ શાસ્ત્રીનું પુજન કરી વર્તમાન ગુરૂપદે બીરાજતા મહેશભાઇ શાસ્ત્રીનું પુજન અર્ચન આશિર્વાદ ગ્રહણ કરશે. ત્યારબાદ સવારે ૧૧:૩૦  કલાકે ભોજન પ્રસાદ, ભોજન પ્રસાદના દાતા ભાસ્કરભાઇ દવે તરફથી રાખેલ છે. સમગ્ર કાર્યક્રમ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ યોજાશે. તેવી આદી શ્રી પ્રાચ્યમંડળના પ્રમુખ શ્રી વસંતભાઇ જોશી જણાવે છે.

શાસ્ત્રી વિજયભાઈ વ્યાસ (જસદણવાળા)

મો.૯૪૨૬૨ ૮૯૦૩૫

(11:58 am IST)