Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સતાધાર પૂ. આપાગીગાની જગ્યામાં શનીવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

પૂ.વિજયબાપુની આગેવાનીમાં શુક્રવારે સંતવાણી- શનીવારે ગુરૂપૂજન કાર્યક્રમ

રાજકોટ, તા.૨૧: જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના સતાધારમાં આવેલ જગવિખ્યાત શ્રી આપાગીગાની જગ્યા ખાતે શુક્રવાર અને શનિવારે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે.

મહંત શ્રી જીવરાજબાપુ ગુરૂ શ્રી શામજીબાપુનું પૂજય અર્ચન તા.૨૪ને શનીવારે ગુરૂપૂજન કાર્યક્રમમાં પૂ.વિજયબાપુની આગેવાનીમાં ભાવિકો દ્વારા કરવામાં આવશે. તા.૨૩ને શુક્રવારે રાત્રીનાં ૯ વાગ્યે ભજન-સંતવાણી કાર્યક્રમ યોજાશે.

(12:38 pm IST)