Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

અમરેલી અમર ડેરીની સભા યોજાઇ

અમરેલી તા.ર૧ :  અમર ડેરીના આંગણે જીલ્લાની સહકારી સંસ્થાઓની સાધારણ સભા એનસીયુઆઇના ચેરમેન તથા દેશના સહકારી નેતા દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ કાર્યક્રમમાં સાંસદ નારણભાઇ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઇ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશિવનભાઇ સાવલીયા, અમરેલી જીલ્લા સહકારી સંઘણના ચેરમેન મનિષભાઇ સંઘાણી, અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમને જયંતીભાઇ પાનસુરીયા, ગુજરાત મહિલા કેડીટ કો-ઓપરેટીવ મંડળીના ચેરપર્સન ગીતાબેન સંઘાણી, એનસીયુઆઇ મહિલા વિગના પ્રતિનિધિ પ્રિતીબેન આર. પટેલ, ભાગ્યલક્ષ્મી મહિલા મંડળીના ચેરપર્સન ભાવનાબેન ગોંડલીયા, મુખ્ય મહેમાન તરીકે પ્રીતીબેન પટેલ, અમર ડેરીના વાઇસ ચેરમેન મુકેશભાઇ સંઘાણી, બેન્કના વાઇસ ચેરમેન અરૂણભાઇ પટેલ, જીલ્લા સહકારી સંઘના વાઇસ ચેરમેન હરજીભાઇ નારોલા, અમરેલી જીલ્લા ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન દિપકભાઇ માલાણી, અમર ડેરીના એમ.ડી. ડો.આર.એસ.પટેલ, બેન્કનાં એમ.ડી. ચંદુભાઇ સંઘાણી, બેન્કનાંજનરલ મેનેજર બી.એસ.કોઠીયા, પી.એમ.સેજલીયા, ધાર્મિકભાઇ રામાણી, એ.બી. ગોંડલીયા, ઇફકોના માર્કેટીંગ મેનેજર એન.એેસ. પટેલ તથા જીલ્લા સહકારી સંસ્થાના તમામ ડીરેકટરો તથા મંડળીના પ્રમુખ મંત્રીઓ તથા સભાસદ લાભાર્થીઓ હાજર રહેલ હતા.

એનસીયુઆઇના ચેરમેન દિલીપભાઇ સંઘાણી તથા સહકાર રત્ન અશ્વિનભાઇ સાવલીયાનું જીલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા વિશિષ્ઠ સન્માન કરવામાં આવેલ હતુ. દુધ મંડળી સાથે જોડાયેલા શ્રેષ્ઠ દુધ ઉત્પાદક સભાસદ ભાઇઓ તથા બહેનોને તથા વાર્ષિક વધુ દાણ વેચાણ કરતી દુધ મંડળીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ.  તેમજ બેન્ક સાથે જોડાયેલ સભાસદોનું અવસાન થતા તેમના વારસદારોને ચેક વિતરણ કરવામાં આવેલ હતુ. તેમજ અમર ડેરી ખાતે વડાપ્રધાનના ૭૧માં જન્મદિવસ નિમિતે જીલ્લાભરની દુધ મંડળી મારફત ર૧૦૦૦ વૃક્ષારોપણ અને વિતરણ કરવામાં આવેલ હતુ. તેમ અમર ડેરીની અખબારી યાદીમાં જણાવેલ છે.

(12:57 pm IST)