Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જોડિયાની ઉંડ નદીનું રૌદ્ર સ્‍વરૂપ મસાણિયા ચેકડેમ ઓવરફલો

જોડિયા તા. ૨૧ : ચોમાસા દરમ્‍યાન જોડિયાની ઉંડ નદી કયારેય બેકાંઠે વહેતી જોવા નથી મળેલ. અને રાજાશાહી વખતનો મસાણિયા ચેકડેમના નવ નાલાના પાટિયાં ચોમાસા પૂર્વે તંત્રની સુચનાથી દુર કરાયા હતા. ત્રણ માસ સુધી ચોમાસા દરમ્‍યાન વરસાદનુ પાણી સતત ચેકડેમના ખુલ્લા નવ નાલા દ્વારા દરિયામાં વહેતું રહ્યું. ચાલું માસમાં ચેકડેમના નવ નાલામાં પાટિયાં ફીટ કરવામાં આવ્‍યા હતા. જેના કારણે તાલુકાના ઉંડ-૨ ડેમમાં વધારે પાણી છોડાતા તે પાણી ધસમસતું ઉંડ નદી બે કાંઠે વહેતી થઇ અને મસાણિયા ચેકડેમ દ્વારા વેગ સાથે દરિયામાં વિલય માટે આતુર હોય તેવા મનમોહકᅠ નજારો ચેકડેમ ડેમ પર જોવા મળી રહ્યો છે.

ᅠઉંડ-૨ ના ૨ દરવાજા હાલ ખુલ્લા છે પરંતુ મામલતદાર કચેરીથી આવેલ ફોન મુજબ ડેમમાં કઈ જરૂરીયાત હોવાના લીધે રાતના ગમે ત્‍યારે વધુ પાટીયા ખોલવામાં આવી શકે છે તો ગ્રામજનોએ સાવચેતી રાખવી.

(11:25 am IST)