Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

તળાજાના પ્રતાપરા ગામની ૩ દિ'થી ગુમ યુવતીની લાશ કૂવામાંથી મળી

યુવતીના પરિવારજનોને હત્‍યા કરાયાની આશંકા : યુવતીએ પહેરેલું ટી-શર્ટ કુવા નજીકથી મળી આવ્‍યું

ભાવનગરના તા.૨૧: તળાજા ના પ્રતાપરા ગામની ખેત મજૂર યુવતી ની લાશ પોતે જયાં રહે છે તેની નજીક આવેલ વાડીના કૂવામાંથી મળી આવી હતી. આ યુવતી ત્રણ દિવસથી લાપતા હતી. લાશ જયારે ફૂલી અને વજનદાર બની ત્‍યારે કુવા ના પાણી પરતરી આવતા યુવતી ની ભાળ મળી હતી.જેનું પી.એમ કરાવવા માટે ભાવનગર એફ એસ એલ મા મોકલવામાં આવેલ છે.

દાઠા પોલીસ તાબાના પ્રતાપરા ગામે રહેતી મનિષાબેન બટુકભાઈ ભાલીયા ઉ.વ૧૮ છેલ્લા ત્રણ દિવસથી લાપતા હતી. લાપતા બનેલ મનિષાબેન ની ભાળ મેળવવા માટે દાઠા પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ પ્રતાપરા ગામના સોલંકી મંગાભાઈ ની વાડી ના કુવામાં એક માનવ લાશ હોવાના વાવડ દાઠા પોલીસને મળતા લાશને કુવામાંથી બહાર કાઢવા માટે તળાજા પાલિકાની ફાયર ટીમને બોલાવવામાં આવી હતી. શંકાસ્‍પદ મોતને લઈને નાયબ મામલતદાર પણ દોડી ગયા હતા.

ᅠલાશ બહાર કરતા ત્રણ દિવસથી લાપતા બનેલ મનીષાબેન ભાલીયા ની હોવાનું ખુલ્‍યું હતું. કમરે દોરડું વીંટાળેલ હતું . દોરડા ની સાથે બેલું (પથ્‍થર)બાંધેલ. લાશ ફૂલી જતા બેલા કરતા લાશ નો વજન વધી જતાં પાણી ઉપર તરવા લાગતા લાશ નઝરે પડી હતી.

લાશને પી.એમ માટે તળાજા રેફરલ હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવેલ.કોહવાઈ ગયેલી લાશ હોય પી.એમ અહી શક્‍ય ન હોય ડો.સાકિયાᅠ દ્વારા ભાવનગર સ્‍થિત એફ.એસ.એલ મા મોકલવા મા આવેલ હતી.જે લાશ નો કબજો લઈ દાઠા પોલીસ મોડી સાંજે ભાવનગર લઈ ગયેલ.મૃતક ના ભાઈ ભાભી એ મોત ને લઈ હત્‍યા ની આશંકા વ્‍યક્‍ત કરી હતી. હાલ આ બનાવને લઈને તળાજા પંથકમાંᅠ ચકચાર બચી ગઈ છે.

મૃતક મનિષાબેન ભાલીયા ના ભાઈ રાજુભાઈ બટુકભાઈ ભાલીયા એ જણાવ્‍યું હતું કે બેન લાપતા બન્‍યા બાદ એક મોબાઈલ મળી આવેલ હતો.એ મોબાઈલ કોનો છે અને સમિકાર્ડ કોના નામે છે? તે તપાસ નો વિષય છે.મોબાઈલ મા એક નંબર હતો.તેના પર કોલ કરતા સામેથી ભાવેશ બોલું છું.રાજપરા ગામે રહું છું તેવી ઓળખ મળી સાથે વાત થઈ હતી.મનીષા એ જે ટી.શર્ટ પહેરેલ તે કૂવા પાસેથી મળી આવ્‍યું.ઉપર નો ભાગ ખુલ્લો હતો.

દાઠા પોલીસે જણાવ્‍યુ હતું કે મૃતક ની કમરે બે ત્રણ આંટા દોરી વીટાળેલ હતી. લાશ કુવામાં તળિયે રહે તે માટે દોરી સાથે બેલા નો પથ્‍થર બાંધેલો હતો. જે એક શંકા પ્રેરે છે. મોતનું સાચું કારણ એફએસએલના પીએમ રિપોર્ટ પર જ બહાર આવશે.

(11:31 am IST)