Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

આટકોટમાં ભારતીય કિસાન સંઘ દ્વારા રોઝડા અને ભુંડનો વધતો ત્રાસ દૂર કરવા માંગ

આટકોટ તા.૨૧ : ભારતીય કિસાન સંઘના સભ્‍ય ખેડૂત આગેવાન બાબુભાઇ ખૂંટ દ્વારા રોઝડા અને ભૂંડનો ત્રાસ વધતા ખેડૂતોને પૂરતી ખેતીમાં નુકસાન થતા કલેકટરને તથા મામલતદારને અનેકવાર આવેદન પત્ર આપેલ છતાં પણ કોઇ સરકારી કર્મચારી ડોકાયા પણ નથી આથી સરકારને અખબારી યાદીમાં આપેલ છે. ખેડૂતોને ટાઇમસર વિજળી પણ મળતી નથી. આથી વિજળી દિવસમાં આપવા વિનંતી યાદીના માધ્‍યમથી કરવામાં આવી છે.

(11:54 am IST)