Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જસદણના હીરપરા સહ પરિવારે સમાજને અનોખી રાહ ચીંધી

 (હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ,તા.૨૧ :  જસદણ પાટીદાર સમાજના આગેવાન જેરામભાઈ પરશોત્તમભાઈ હીરપરા (ઉ.વ.૮૯) નો તાજેતરમાં દેહવિલય થતાં તેમના સહ પરિવારએ એક અનોખી રાહ અપનાવી એક ખરાં અર્થમાં પૂણ્‍યનું કાર્ય કર્યું હતું દરેક હિન્‍દુ સમાજમાં નિધન બાદ મરણોત્તર ક્રિયા પાછળ મોટો ખર્ચ થાય છે પણ જસદણના આ હીરપરા પરીવારે પોતાના મોભીની મરણ પાછળ તો દરેક ધાર્મિકવિધિ વિધિવત કરી પણ અત્‍યંત સાદાઈથી કરી પણ અન્‍ય રકમ બટુક ભોજન, જીવદયા અને શિક્ષણ જેવા કાર્યોમાં વાપરી સમાજમાં એક પ્રેરક કાર્ય કર્યું હતું.

 દેહવિલય પામનારા જેરામઆતાના વયોવળદ્ધ પત્‍ની ગં.સ્‍વરૂપ જમનામાંની પ્રેરણાથી તેમનાં સુપુત્રો વિઠ્ઠલભાઈ, વેલજીભાઈ, વિનુભાઈ, જેન્‍તીભાઈ એ પોતાનાં સદ્દગત પિતાના મરણ બાદ દરેક ધાર્મિકવિધિ કરી પણ માત્ર નિકટના પરિવારજનોની હાજરીમાં પણ તેમણે પછાત વિસ્‍તારમાં આવેલ શાળાઓમાં બાળકો માટે ભોજન અને કબુતરની ચણ અને ગરીબ ઘરની વિદ્યાર્થીનીઓ માટે રોકડ રૂપિયા ૧ લાખ ર હજારનું અનુદાન કરી એક ખરાં અર્થમાં પૂણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું આમ જસદણના હીરપરા પરિવારે પ્રેરક કાર્ય કરી સમાજને એકનવી રાહ બતાવી હતી.

(11:56 am IST)