Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

દ્વારકા જીલ્લામાં રંગોળી સ્‍પર્ધા યોજાઇ

 સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા માં વડા પ્રધાનના જન્‍મદિવસ નિમિત્તે રંગોળી સ્‍પર્ધા નું આયોજન કરવામાં આવ્‍યું  તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માં ૮ જગ્‍યા પર  ૪૭૦ લોકો એ રંગોળી સ્‍પર્ધા ભાગ લીધો હતો. ખંભાળિયા, ભાણવડ, ભાણવડ શહેર, સલાયા નગર, દ્વારકા, ઓખા નગર, કલ્‍યાણપુર અને જામ રાવલ ખાતે રંગોળી સ્‍પર્ધામાં રંગોળીના મુખ્‍ય વિષય આઈએનએસ વિક્રાંત, વંદે ભારત ટ્રેન, રામ મંદિર, ૩૭૦ની કલમ, સીએએ, સ્‍વચ્‍છતા અભિયાન, ઉજ્‍વલા યોજના, મોદી વર્લ્‍ડ લીડર, કોરોના વેક્‍સિન, સર્જીકલ સ્‍ટ્રાઈક, વગેરે વિષયો ઉપર રંગોળી બનાવી જેમાં ઝોન પ્રભારી દિલીપભાઈ ગઢવી, જિલ્લા સંયોજક મનિષભાઇ રાઠોડ તથા તાલુકા અને નગર સંયોજક ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:07 pm IST)