Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ભાવનગરમાં ક્ષય વિભાગનાં કરારબધ્‍ધ કર્મચારી સંઘ દ્વારા આંદોલન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૧ : ક્ષય વિભાગનાં કરારબધ્‍ધ કર્મચારી સંઘ GRCSUનાં સંઘ પ્રમુખ હેમાંશુ પંડયાએ જણાવ્‍યું કે અમે છેલ્લા પાંચ કર્તા વધુ વર્ષયી સરકારનાં સક્ષમ અધિકારીઓ અને પદાધિકારીઓને ને લેખિત રજૂઆતો તેમજ રુબરુ મળીને નિયમાનુસાર સંતોષવા લાયક તમામ માંગણીઓ સંતોષવા સતત વિનંતીઓ કરતા આવ્‍યા છીએ, તેમજ વચ્‍ચેનાં સમયમાં પેનડાઉન-દર્દીની સેવા સિવાયની તમામ કામગીરી સ્‍થગીત કરવા સાથે હડતાલ કરતા રહ્યા છીએ,પરંતુ નિષ્‍ફળ સરકારી નિતીઓને કારણે માત્ર આશ્વાસનો મળ્‍યા છે .

ત્‍યારે ફરી એક વખત પોતની સમસ્‍યા-પડતર માંગણીઓને લઇ તાજેતરમાં રજૂઆત કરી અને શાંતિપ્રીય રીતે સરકારની આંદોલન નિવારણ સમિતી સહીત તમામને પત્રથી જાણ કરી સંભવીત હડતાલનાં અંતિમ શષાથી અવગત કરાયા હતા અને સત્‍વરે નિરાકરણ લાવવા જણાવાયુ હતું. પરંતુ સરકારમાં રહેલ આરોગ્‍યનાં ઉચ્‍ચ અધિકારી અને પદાધિકારીનાં અણઘડ આયોજનો, કાર્યકુશળતાનો અભાવ,  જાહેર આરોગ્‍ય તેમજ જાહેરહિતની પરવા વગર વેઠીયાપ્રથાનુ માનસ ધરાવી ક્ષય વિભાગનાં કરારી કર્મીઓની હડતાલની પુર્વસૂચનાને અવગણી આાંદોલનની પરિસ્‍થિતી નિર્માણ કરી છે.સંઘપ્રમુખનાં જણાવ્‍યા અનુસાર વિવિધ પ્રકારની વ્‍યુહરચનાં સાથે હડતાલને ઉગ્ર બનાવાશે અને ક્‍ચેરી-ઘરો સહીતનાં સ્‍થળે ઘેરાવનાં આયોજનો પણ થશે.તેમ હેમાંશું પંડયાની યાદીમાં જણાવાયેલ છે.

(12:07 pm IST)