Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કેશોદના ચુનાભઠ્ઠી રોડ ઉપર જીવનાં જોખમે પસાર થતાં વાહનચાલકો

(કિશોર દેવાણી દ્વારા)   કેશોદ : શહેરમાં આવેલ ચુનાભઠ્ઠી રોડ પર ચોમાસામાં વરસાદી પાણીના કારણે પડી ગયેલાં ખાડાઓને કારણે રોડનું અસ્‍તિત્‍વ ભુંસાઈ ગયું છે. ત્‍યારે પસાર થતાં વાહનચાલકો જીવનાં જોખમે નીકળે છે આમછતાં જવાબદાર તંત્રનાં પેટનું પાણી હલતું નથી. કેશોદના પુર્વ દિશામાં આવેલ કોર્ટ કચેરીમાં, અર્બન હેલ્‍થ સેન્‍ટર ઉપરાંત શાળા કોલેજોમાં આવજા કરતાં શહેરીજનો ખખડધજ રસ્‍તાઓને કારણે હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ત્‍યારે ત્રણ એન્‍જિન વાળાં સત્તાધિશો હકારાત્‍મક અભિગમ અપનાવી ઉકેલ લાવે તેવી લોક માંગણી છે.

(1:23 pm IST)