Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જામનગર શહેર કક્ષાનો કલામહાકુંભ

આઝાદીકા અમૃત મહોત્‍સવ અંતર્ગત રમત-ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા યુકવ સેવા સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી-જામનગર સંચાલિત જામનગર શહેર કક્ષાનો કલામહાકુંભ-ર૦રર-ર૩ ના બે દિવસ મહોત્‍સવ ટાઉનહોલ ખાતે યોજાયેલ જેનું દિપપ્રકટાવી ઉદ્‌્‌ઘાટન મેયર શ્રીમતિ બિનાબન કોઠારી એ કરેલ આ સમયે જીલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, પ્રાથમિક શિક્ષણાધિકારી છત્રપાલસિંહ જાડેજા, યુવા વિકાસ અધિકારી મોહસીનખાન પઠાણ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ મહોત્‍સવમાં રાસ, ગરબા, સમુહ નૃત્‍ય, નિબંધ, વકતૃત્‍વ, એક પાત્રિય અભિનય, સમુહગીત, સુગમ સંગીત, બેન્‍ડ જેવી ર૩ જેટલી સ્‍પર્ધાઓમાં ૯૦૦ જેટલા સ્‍પર્ધકો પોતાની કૃતિઓ રજુ કરેલ. મહોત્‍સવને સફળ બનાવવા પ્રાંત યુવા વિકાસ અધિકારીઓ ભગીરથસિંહ જાડેજા, ભરતભાઇ પરમાર, હિતેષભાઇ વાળા, શકિતસિંહ જાડેજા, સહદેવ ડાભી, જે. જે. શુકલ તથા નિર્ણાયકો પ્રયત્‍નશીલ રહ્યા હતા આ સ્‍પર્ધાના વિજેતાઓ આગામી પ્રદેશકક્ષાના મહોત્‍સવમાં ભાગ લેવા જશે.

(1:31 pm IST)