Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રાજુલાના શિયાળ બેટના ગામના આગેવાનોની અંબરીશભાઇ ડેરની આગેવાનીમાં વિવિધ પ્રશ્‍ને ગાંધીનગર રજૂઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૨૧ : રાજુલાના કોંગ્રેસનાં ધારાસભ્‍ય અંબરીશભાઇ ડેરના આગેવાનીમાં ગાંધીનગર ખાતે મત્‍સ્‍યોદ્યોગ મંત્રી   જીતુભાઈ ચૌધરીને  શિયાળ બેટ ગામનાં આગેવાનો સાથે વિવિધ પ્રશ્‍નો મુદ્દે રજુઆત કરાઇ છે.

જેમાં (૧) વલસાડ તથા અન્‍ય બંદરો પર રજીસ્‍ટ્રેશન (કોલ) થયેલ બોટને જાફરાબાદ બંદર પર નોંધણી કરી આપવામાં આવે. (૨) શિયાળ બેટ અને ચાંચ બંદર પર ફિશિંગ જેટી બનાવવા માં આવે. (૩) દરિયાઇ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરવામાં આવે. (૪) દરિયાકાંઠાનાં ધારાબંદર, જાફરાબાદ, શિયાળ બેટ તથા ચાંચ, ખેરા સહિત નાં ગામોમાં દરિયાઇ મોજા થી થતું ધોવાણ અટકાવવા માટે પૂર સંરક્ષણ દિલાવો બનાવવા માં આવે. ઉપરોક્‍ત તમામ માંગણીઓ માં મંત્રી શ્રી તરફથી હકારાત્‍મક જવાબ મળ્‍યો  અને કહ્યું કે આગામી દિવસોમાં ચાંચ બંદર અને શિયાળ બેટ પર માછીમારો માટે ફિશિંગ ધક્કો (જેટી) બનાવવામાં આવશે અને  વલસાડ તથા અન્‍ય બંદરો નાં રજીસ્‍ટ્રેશન (કોલ) પણ કરી આપવામા આવશે.  આ ગ્રામ્‍ય માછીમાર ભાઈઓ એ એવું કહ્યું  કે અંબરીશભાઇ ડેરના લીધે પ્રથમ વખત સચિવાલય જોયું અને વિવિધ વિભાગો ના મંત્રીશ્રીઓ ને રૂબરૂ મળી અમારા પ્રશ્‍નો રજૂ કર્યા હતા.

(1:42 pm IST)