Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ગોંડલમાં ભૂવનેશ્વરીપીઠની મુલાકાતે રૂપાલા : અશ્વ સંવર્ધન કેન્દ્ર નિહાળ્યુ : ગૌશાળામાં વૃક્ષારોપણ

રાજકોટ : ભારત સરકારના ડેરી ઉદ્યોગ અને પશુપાલન મંત્રી શ્રી પરસોતમ રૂપાલાએ ગઇકાલે ગોંડલમાં ભૂવનેશ્વરીપીઠના દર્શન કરેલ તેમજ રાજકોટ-ગોંડલ હાઇવે પર અશ્વ સંવર્ધન કેન્દ્ર અને ગૌશાળા નિહાળેલ. શ્રી કાઠિયાવાડ હોર્સ બ્રીડર્સ એશો. સાથે મુલાકાત કરેલ એશો. ના આગેવાનો સાથે અશ્વ સેવા આયોગની કામગીરી, રાષ્ટ્રીય અશ્વ શો, સરકારની અશ્વ હોસ્ટેલ યોજના, કાઠીયાવાડી અશ્વ સંશોધન કેન્દ્ર મોબાઇલ પ્રેગનન્શી ડાયગ્નોસીસ, પોલીસ તંત્રમાં દેશી અશ્વોની ઉપયોગીતા વગેરે મુદ્દે ચર્ચા કરેલ. એશો.ના ચેરમેન તરીકે શ્રી ઘનશ્યામજી, વાઇસ ચેરમેન તરીકે દરબાર સત્યજીતસિંહજી અને સેક્રેટરી તરીકે રાજેન્દ્રસિંહ જાડેજા સેવા આપી રહ્યા છે. શ્રી રૂપાલાએ આ જ સંકુલમાં વૃક્ષારોપણ કર્યુ હતું. મુલાકાત પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઇ કથીરીયા, ભાજપના અગ્રણી ચેતન રામાણી ઉપસ્થિત રહ્યા હતા.

 

(4:25 pm IST)