Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ગુજરાત એસટી વિભાગમાં એપ્રેન્‍ટિસ કરેલ યુવાનો સ્‍કિલ ઇન્‍ડિયામાં સમાવી ભરતી કરવાની માંગણી સાથે વડિયા મામલતદારને આવેદનપત્ર

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૨૧: ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજયમાં આઈટીઆઈ દ્વારા વ્‍યવસાયિક કૌશલ્‍ય મેળવવા તાલીમ મેળવીને તેના આધારે ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ (એસટી )દ્વારા યુવાનો ની એપ્રેન્‍ટિસ માટે ભરતી કરવામાં આવે છે.
જે ભૂતકાળ માં રોજગાર કચેરી મારફત કરવામાં આવતી હતી. જે હાલ સ્‍કિલ ઇન્‍ડિયા થ્રુ ભરતી કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત એસટી વિભાગ દ્વારા આ તાલીમ પામેલા યુવાનોની કોઈ ભરતી કરાઈ નથી. ઉપરાંત આ યુવાનો ખુબ લાંબા સમયથી બેરોજગાર છે. તથા આ વિભાગમાં એપ્રેન્‍ટિશ કરેલા યુવાનોના માર્કશ પણ અન્‍ય જગ્‍યાએ ગણવામાં આવતા નથી તો આવા રાજયના યુવાનોને રોજગારી આપી બરબાદ થતા અટકાવવા માટે ગુજરાત એસટી વિભાગમાં ભરતી કરવા માટે વડિયા મામલતદાર ડોડીયાને આ વિસ્‍તારના બેરોજગાર યુવાનો દ્વારા આવેદનપત્ર આપી ભરતી કરવા માંગણી કરવામાં આવી છે. જોકે આ બાબતે રાજય માં અનેક જગ્‍યાએ આવેદનપત્ર આપવામાં આવ્‍યા છે.


 

(10:34 am IST)