Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

કચ્છમાં અદાણી સોલાર કંપનીમાં ઘૂસેલા લુંટારૂઓ અને ગાર્ડ વચ્ચે ઝપાઝપી : એક ગાર્ડને ગંભીર ઇજાઓ

(વિનોદ ગાલા દ્વારા) કચ્છના અબડાસા તાલુકાના બીટા ગામે લૂંટના ઈરાદે અદાણી સોલાર કંપનીમાં ઘૂસેલા પાંચ લુંટારૂઓ અને સિકયુરિટી ગાર્ડ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

મધરાતે ચોરી અને લૂંટના ઇરાદે ઘૂસેલા તસ્કરો સીસી ટીવીમાં દેખાતાં સિકયુરિટી ગાર્ડ ભાવેશ રામજી સંઘાર, બિપીન ભટ્ટ, રમેશ ભટ્ટ દ્વારા તેમને પડકારાયા હતા. તે દરમિયાન ઝપાઝપી થતાં લુંટારૂઓ પૈકી એકે તીક્ષ્ણ હથિયારથી વાર કરતાં ગાર્ડ રમેશ ભટ્ટના પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ અજાણ્યા લુંટારૂઓ નાસી છૂટયા હતા.

આ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસી ટીવી ફૂટેજ મેળવી નાસી છૂટેલા લુટારૂઓની તપાસ હાથ ધરી છે.

(10:37 am IST)