Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

મોરબી, માળિયા અને હળવદ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ..

મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી.

મોરબી:  જીલ્લાના મોરબી, માળિયા અને હળવદ તાલુકાને અનાવૃષ્ટિ (દુષ્કાળ) ગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે
મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ છે કે ગુજરાત સરકારની કુદરતી આપ્તીથી ખરીફ ઋતુમાં ખેડૂતોને થતા નુકશાન માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હાલ અમલમાં હોય જે અન્વયે જે તાલુકામાં ૧૦ ઈંચથી ઓછો વરસાદ થયો હોય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા ૨૮ દિવસ વરસાદ ના થયો હોય અને ખેતીના વાવેતરને નુકશાન થયું હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ) નું જોખમ ગણવામાં આવશે
ત્યારે મોરબી જીલ્લાના મોરબી તાલુકામાં ૯.૫૨ ઇંચ, માળિયા તાલુકાના ૫.૯૮ ઇંચ અને હળવદ તાલુકામાં ૪.૭૨ ઇંચ વરસાદ વરસ્યો છે જે ત્રણેય તાલુકામાં ૧૦ ઈંચથી ઓછો વરસાદ થયો હોય જેથી ત્રણ તાલુકાઓને અનાવૃષ્ટિ જાહેર કરવા માંગ કરી છે

   
(10:45 am IST)