Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનાં પાટોત્સવ નિમિત્તે શ્રીરામ ચરિત માનસ કથાનો પ્રારંભ

વ્યાસાસને સ્વામી હરિપ્રકાશદાસજીઃ દરરોજ વિવિધ કાર્યક્રમો

વાંકાનેર, તા.૨૧: બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળંગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનુ પ્રતિક જે 'જયાં ધજા ફરકે છે સતધર્મની એવા રૂડા દાદાના દરબાર' માં આજથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવના (૧૭૩મા પાટોત્સવ) નિમિતે આજથી સાળંગપુરધામની તપોભૂમિમાં 'દાદાના દરબારમાં તા.૨૧ના ગુરૂવારથી 'શ્રી રામ ચરિત માનસ કથા'નો શુભ પ્રારંભ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે સવારે થયેલ છે જે કથામાં વ્યાસપીઠ પર વકતા પરમ પૂજય શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાળાવાળા) પોતાની મધુરવાણી સાથે અનેરા સંગીતની શેલી સાથે 'શ્રી રામ કથા' નું રસપાન કરાવી ભાવિકોને કૃતાર્થ કરશે જે રામ કથાનો સમય સવારે ૮: ૩૦ કલાકથી ૧૧:૩૦ કલાક સુધી છે તેમજ સાંજે ૪ થી ૬ સુધીનો છે જે રામ કથાની 'પોથીયાત્રા આજે સવારે આઠ કલાકે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી વાજતે ગાજતે સંતો ની પાવન ઉપસ્થિતીમા નીકળેલ હતી ત્યારબાદ રામ કથા મંડપમાં શ્રી રામ ચરિત માનસ પોથીજીનુ પૂજન અર્ચન સંતો દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ શ્રી રામ કથાનો શુભ પ્રારંભ થયેલ જે રામ કથાની પુર્ણાહુતી તા.૨૭ /૧૦/ ૨૦૨૧ ના રોજ થશે આગામી તા.૨૫/૧૦/૨૧ના આસો સુદ પાંચમના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનો (૧૭૩મોં પાટોત્સવ) હોય ભાવિકોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહયો છે જે પાટોત્સવ ધર્મ ધુરંધર ૧૦૦૮ પૂજય આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી ની પાવન ઉપસ્થિતીમાં ઉજવાશે આ પ્રંસગે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત મહારાષ્ટ્ર ગીર પંથક તેમજ અનેક જગ્યાયેથી પૂજય સંતો પધારશે ભાવિકો ને સંત દર્શન, સંત પ્રવચન અને શ્રી રામ કથાનો આજથી અમૂલ્ય લ્હાવો મળશે તેમજ તા.૪ મીના સવારે આઠ કલાકે 'યજ્ઞ'નો શુભ પ્રારંભ થશે જે યજ્ઞની પુર્ણાહુતી તા.૨૫ મીના બપોરે બાર કલાકે થશે, આ ઉપરાંત તા.૨૫ /૧૦ /૨૧ના આસો સુદ પાંચમના દાદાના (૧૭૩મા પાટોત્સવ)ના પાવન પુણ્યશાળી અવસરે પરમ પૂજય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી તથા એવમ સદગુરૂ ના હસ્તે ભવ્યતાથી ભવ્ય 'પુષ્પાઅભિષેક'  પાટોત્સવ તથા યજ્ઞમાં બીડું હોમવાની વિધિ રાખેલ છે, તા.૨૫મીના દાદાના નિજ મંદિરમાં અનોખા 'શણગાર દર્શન,  મહા આરતી, અન્નકોટ દર્શન, યજ્ઞ દર્શન સંતોના દર્શન આશિર્વચન વગેરે મળશે તેમજ દાદાના પાટોત્સવ નિમિતે આજથી દાદાના દરબારમાં 'શ્રી રામ ચરીત માનસ કથા'  નો પણ શુભ પ્રારંભ થયેલ છે, દાદાના પાટોત્સવના પાવન રૂડા અવસરે સર્વે ભાવિક, ભકતજનોને પરિવાર સહિત પધારવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળંગપુરધામના પરમ પૂજય કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે, તેમજ આ સમગ્ર કાર્યક્રમનુ લાઈવ પ્રસારણ  SALGPUR HANUMANJI YOU TUBE ના આવશે જે યાદી પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.

(11:01 am IST)