Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

દેવભૂમિ દ્વારકા ચાઇલ્ડલાઇન દ્વારા દ્વારકાના બાળકને શેલ્ટર કરવાની પ્રક્રિયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૨૧: સ્વ.જે.વી.નરિયા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તક ચાલતાઙ્ગ દેવભૂમિ દ્વારકા ચાઈલ્ડલાઈન ૧૦૯૮ દ્વારા દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં આવેલ જરૂરિયાતમંદ પરીવારના બાળક ને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવાની કામગીરી હાથ ધરેલ.

જેમાં બાળકના પિતા મૃત્યુ પામેલ હોઈ અને બાળકની સાર સંભાળ માટે માતાની મનો સામાજિક સ્થિતિ અસ્વસ્થ હોવાની સાથે બાળકની ચંચળ પ્રવૃત્ત્િ।થી કંટાળી ગયેલ અને બાળકોને પૂરતું પોષણ આપી સકે તેવી સ્થિતિ ના હોવાથી તે સમય માં વિસ્તારના એકિટવ કાર્યકર નો ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ પર ફોન આવતા. બાળકના ભવિષ્યની ચિંતા કરી કામગીરી હાથ ધરેલ. જયાં બાળક તેમના વાલી અને પાડોશીના નિવેદનો લઇ,ઙ્ગ બાળક ની માતા તથા બાળક સાથે બાળ કલ્યાણ સમિતિ - ખંભાળિયા પર ચેરમેન શ્રી ચંદ્રસેખર બુધભટ્ટી સમક્ષ રજૂ કરીઙ્ગ ચેરમેન દ્રારા બાળક અને તેની માતાને સાંભળી તેમના જરૂરી પેપર તપાસ કરી બાળક ના હિત ને ધ્યાને લઈ બાળકને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જામનગર મૂકવાનો આદેશ કરેલ. બાળકને તમામ જરૂરી વ્યવસ્થા સાથેઙ્ગ જામનગર ચિલ્ડ્રન હોમ પર દાખલ કરેલ અને ભણવાનું રેગ્યુલર થાય તે માટે અગાઉની નિશાળ થી જરૂરી કાગળ કાર્યવાહી પણ હાથ ધરેલ.

સમગ્ર કામગીરીમાં દ્વારકા ચાઈલ્ડલાઈન ડાયરેકટર શ્રી જમનભાઇ સોજીત્રાઙ્ગ ના માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડીનેટર નિતેશભાઈ પિંડારીયા , કાર્યકર ભોવાનભાઈ પુરોહિત ,દિનેશભાઈ ચાવડા, હિતેશભાઈ જોષી દ્વારા જહેમત ઉઠાવી હતી.

(11:03 am IST)