Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ટૂંક સમયમાં કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલની વિશાળ ઇમારતની પાયાવિધિ

નવા રેલ્વે સ્ટેશન સામે ખરીદેલ જમીનના સફાઇ કામનું દુઆ સાથે પ્રારંભ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૨૧: ભુજના નવા રેલ્વે સ્ટેશનની સામે શિફા મુસ્લિમ મેડિકલ ટ્રસ્ટ દ્વારા કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ ઈમારત માટે જમીન ખરીદાયેલ છે જેના સફાઈ કામનુંપ્રારંભ દુઆ સાથે થયેલ છે.

કોરોનાની ઘાતક બીજી લહેરએ સમગ્ર કચ્છ જિલ્લાને હચમચાવી નાખ્યો હતો ત્યારે આરોગ્ય ક્ષેત્રે જિલ્લામાં વધુ સુવિધાઓની જરૂરત હોવાનું જણાતા મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટની સ્થાપના થઈ પ્રારાભિક તબક્કે મુસ્લિમ હાઈસ્કૂલમાં નિઃશુલ્ક કોવિડ સેન્ટર અને નિઃશુલ્ક OPD શરૂ કરવામાં આવી દોઢ માસની આ સેવા દરમ્યાન (ભુજમાં વિશાળ ઈમારત માટે જમીન ખરીદીના પ્રયાસો શરૂ થયા તે ચાર માસના સતત પ્રયાસો બાદ સફળતા મળી અને ભુજના નવા રેલ્વે સ્ટેશનના એકિઝટ ગેટ (બહાર નિકળવાના મુખ્ય પ્રવેશ દ્વાર) સામેજ જમીન ખરીદવામાં આવી છે.

પ્રારંભમાં મોલાના મોહમ્મદ કોસર આલમ કાદરીએ દુઆએખેર ગુજારી હતી અનેજમીનની સફાઈઅને સમથળ બનાવવાનું કામ શરૂ થયું છે.

આ પ્રસંગે ટ્રસ્ટીઓ હાજી આદમ ચાકી, હાજી સલીમ જત (મુંદરા), હાજી યુસુફ ખત્રી (ગાંધીધામ), હાજી ઈસ્માઈલ સોનેજી, યુસુક એ. જત, હાજી યાકુબ સોનારા, હાજી અબ્દુલકરીમ મેમણ, એડવોકેટ સાજિદ માણેક (માંડવી), હોસ્પિટલના જનરલ સર્જન ડો. રિયાઝ ખોજાણી (M.S.), મેનેજર રફીક ઘાંચી ઉપસ્થિત રહ્યા હતા. ટુંક સમયમાં આ જમીન પર વિશાળ ઈમારતની પાયાવિધિ ઉલ્માએ કિરામના હસ્તે થશે. નિમાંણ પામનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં કચ્છના દર્દીઓને તમામ સારવાર રાહત દરે મળી રહે તેવી ટ્રસ્ટની નેમ છે, કચ્છના દર્દીઓને કચ્છ બહાર અમદાવાદ, રાજકોટસારવાર લેવા નજવુંપડે તેવોપ્રોજેકટ ટ્રસ્ટએ તૈયાર કર્યો છેજેનો ખચં અંદાજે રૂ.૨૫ કરોડ છે.

ઉકત પ્રોજેકટ આકાર પામે તે દરમ્યાન ભુજમાં સુમરા ડેલી ત્રણ રસ્તા પાસે ટ્રસ્ટ દ્વારા ૨ર બેડની કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલનું સંચાલન થઈ રહ્યુંછે જેમાં દિવસના ભાગમાંજનરલ સર્જન ફુલ ટાઈમ સેવા આપી રહ્યા છે. આખી રાત્રીના MBBS ફેમિલી ફીઝીશીયન સેવા આપી રહ્યા છે. ઉપરાંત બાળરોગ નિષ્ણાંત, ENT (કાન, નાક, ગળા સ્પેશ્યાલિસ્ટ), લેડી ગાયનેક પાર્ટ ટાઈમ સેવાઓ આપી રહ્યા છે. આ હોસ્પિટલમાં રાહત દરે સારવાર, ઓપરેશન થઈ રહ્યા છે ઉપરાંત દવાઓમાં ૨૦% રાહત અપાઈરહી છે.

(11:04 am IST)