Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પૂ. નંદાબાઈ મ.સ.ના ૨૨ ઉપવાસના પારણા મહોત્સવ સંપન્ન

ગોંડલ ખાતે સંઘાણી સંપ્રદાયના

રાજકોટ, તા. ૨૦ :. ગોંડલ સંઘાણી સંપ્રદાયના ગુરૂદેવ બા.બ્ર. નરેન્દ્રમુની મહારાજ અને વિશાળ પરિવાર ધારક સાધક બેલડી બા.બ્ર. જય-વિજયબાઈ મહાસતીજીના (મા સ્વામી) સુશિષ્યા સેવાભાવી સરળ સ્વભાવી બા.બ્ર. પૂ. નંદાબાઈ મહા.ના ૨૨ ઉપવાસની ઉગ્ર તપસ્યાના પારણા તા. ૧૬ને શનિવારે પ.પૂ. ગુરૂદેવ સુશાંતમુની મહા. તેમજ પ.પૂ. ગુરૂદેવ પારસમુની મહા., સંયમ વરીષ્ઠા બા.બ્ર. ઉષાબાઈ મહા., બા.બ્ર. જ્યોત્સનાબાઈ મહા., બા.બ્ર. ઉર્મીલાબાઈ મહા., બા.બ્ર. ચંદ્રીકાબાઈ મહા., બા.બ્ર. મંજુલાબાઈ મહા., બા.બ્ર. રાજુલબાઈ મહા., બા.બ્ર. રાજેશ્વરીબાઈ મહા., બા.બ્ર. સ્વાતીબાઈ મહા., બા.બ્ર. અરૂણાબાઈ મહા. તેમજ ગોંડલ સંપ્રદાયના બા.બ્ર. સ્મિતાબાઈ મહા. (બેન સ્વામી)ના સાનિધ્યે પૂ. દાદા ડુંગર ગુરૂ ઉપાશ્રયે તપસ્વી પૂ. બા.બ્ર. નંદાબાઈ સ્વામ, પૂ. જય-વિજયાબાઈ મહા. (મા. સ્વામી)ના અંતિમ ક્ષણો સુધી કરેલ સેવા અને વૈયાવચ્ચ તેમજ પડછાય સમ સહાયક સેવાના ગુણાનુવાદ અને પૂ. નંદાબાઈ સ્વામીની સરળતના પ્રસંગો પૂ. ગુરૂદેવ તથા બા.બ્ર. બેન સ્વામી સ્મિતાબાઈ મહા. એ ફરમાવેલ હતા.

બા.બ્ર. નંદાબાઈ મહા.ની શોભાયાત્રા શ્રી સંઘાણી ઉપાશ્રયેથી ચંદરવા ધારક શ્રાવીકાઓ, અષ્ટમંગલ તથા ૧૪ સ્વપ્ન ધારણ શ્રાવીકાઓ તથા મંગલ કળશ ધારણ શ્રાવીકાઓ તથા બાલીકાઓ જૈન શાળાના વિદ્યાર્થીઓ તથા સ્થાનિક સંઘના આગેવાનો શ્રેષ્ઠીવર્ય ક્ષુશ્રાવો, બહારગામથી પધારેલ સંઘના આગેવાનો, સંસારી પરિવારજનો સહ નાનીબજાર પૂ. ડુંગર ગુરૂ ઉપાશ્રયે વ્યાખ્યાનવાણી, ગુણાનુવાદ શ્રવણ કરી પરત સંઘાણી ઉપાશ્રયે પૂ. બન્ને ગુરૂદેવો તથા વરિષ્ઠ ગુરૂણીઓની ઉપસ્થિતિમાં પૂ. બા.બ્ર. નંદાબાઈ સ્વામીને પારણા કરાવેલ.

વર્તમાન સંવત ૨૦૭૭ના ચાતુર્માસમાં સંઘાણી સંપ્રદાયના પૂ. બા.બ્ર. જયવિજય મહા. (મા સ્વામી)ના સુશિષ્યાગણમાંથી પૂ.બા. બ્ર. ઉર્મીલાબાઈ મહા.ના ૩૨ ઉપવાસ તથા પૂ. બા.બ્ર. નંદાબાઈ મહા. ૨૨ ઉપવાસની ઉગ્ર તપસ્યા ખૂબજ ભવ્યાતી ભવ્ય ભકિતમય સંગીત, સાંજી તેમજ સંઘ વાત્સલ્ય જમણ, ગૌતમ પ્રસાદ વગેરે કાર્યક્રમો ઉજવાયેલ અને આ બન્ને તપસ્વીઓની તપસ્યા નિમિત્તે શ્રી સંઘાણી સંઘ તરફથી સંઘ સભ્યોને શ્રી ટીફીન, થર્મોસ, પાણીનો જગ, કુલ ૩ રોજબરોજ ઉપયોગી વસ્તુનુ સંઘ લહાણુ કરવામાં આવશે.

અંતમાં શ્રી સંઘાણી સંઘ પ્રમુખ અશોકભાઈ કોઠારી, મંત્રીઓ ગીરીશભાઈ બાવીસી, કમલેશભાઈ સંઘાણી બન્ને મહા. બા તપ મહોત્સવ નિમિત્તે સ્થાનીક સંઘ અને બહારગામના સંઘ પ્રમુખો આમંત્રીતો તેમજ દરેક અનુષ્ઠાનમાં સહયોગી બનેલ દાતાશ્રીઓનો આભાર માનેલ. શાસન આ કાર્યને સફળ બનાવવા કમીટી સભ્યો તથા દરેક કાર્યકરોની જહેમતને આ પ્રસંગે બીરદાવેલ હતી.

(11:48 am IST)