Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પોરબંદરનું પક્ષી અભ્યારણ જમીન માફિયાઓના હાથમાં સરકી જાય તેવો ભય

પક્ષી-અભ્યારણમાં વધતુ ગેરકાયદે દબાણઃ પાણી સુકાયુઃ ચારેબાજુ ગંદકી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર૧ : શહેરની સુંદરતામાં વધારો કરતુ પક્ષી અભિયારણમાં ગેરકાયદે દબાણ વધતુ જાય છે. જેથી સંબંધીત જવાબદારો સજાગ નહી થાય તો ભવિષ્યમાં પક્ષી અભ્યારણ  જમીન માફીયાના હાથમાં સરકી જાય તેવો ભય ઉભો થયો છે.

પક્ષી અભ્યારણમાં જુના મકાનનો કચરો, રેતી તેમજ કાટમાળ ફેંકાતો હોય તેમજ ગટરનું પાણી આવી જતુ હોય ચારે બાજુ ગંદકી ફેલાય છે. વિદેશથીમ હેમાન બનીને આવતા પક્ષીઓને કેમીકલ્સવાળા કચરો પડે છે, ખાવા મજબુર થવુ પડે, અભ્યારણનું પાણી સુકાઇ ગયુ છે. ભુતકાળમાં પણ એક સંસ્થા દ્વારા જમીન દબાણ થયુ હોવાની ફરિયાદો ઉઠી હતી. દિવસે દિવસે પક્ષી અભ્યારણનું કુદરતી વાતાવરણ બદલે કુત્રીમતા ઉભી થતી જાય છે. પક્ષી અભ્યારણની કંગાળ હાલતથી પ્રકૃતિ પ્રેમી આંચકો અનુભવી રહયા છે.

(12:48 pm IST)