Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અમરેલીઃ યુપીએલ કંપની દ્વારા મગફળીનું ઉત્પાદન વધારવાના પ્રોજેકટમાં સફળતા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૧ :.. પર્યાવરણને અનુકુળ કૃષિ ઉત્પાદનો અને સમાધાનો પ્રદાન કરતી આંતરરાષ્ટ્રીય સ્તરની કંપની યુપીએલ લીમીટેડને ગુજરાતમાં પ્રોન્યુટીવા સદા સમૃધ્ધ ગ્રાઉન્ડ પ્રોગ્રામ સાથે ઉત્કૃષ્ટ પરિણામો મળ્યાં છે. આ પ્રોજેકટનો વ્યાપ મે, ર૦ર૧ માં વધારવામાં આવ્યો હતો, જેનાથી પાકની ઉપજમાં ઉત્કૃષ્ટ વધારો થયો છે, જેથી સહભાગી ખેડૂતોની આવકમાં વધારો થયો છે.

વર્ષ ર૦ર૦ માં ગુજરાતના મગફળીનું વાવેતર કરતા મુખ્ય પટ્ટામાં આયોજિત પ્રથમ પ્રાયોગિક કાર્યક્રમમાં ૮,પ૦૦ ખેડૂતો સામેલ થયા હતા, જેમની ઉપજ અને આવક બમણી થઇ હતી. હવે આ કાર્યક્રમમાં પ૦,૦૦૦ થી વધારે ખેડૂતો અને ર.પ લાખ એકરથી વધારે વિસ્તાર સામેલ છે. મગફળીની ઉપજમાં કુલ પ૦ થી ૬૦ ટકાનો વધારો થયો છે, જેમાં ઓઇલના અર્કમાં ૧ ટકાનો વધારો થયો છે. ઉપરાંત આ ઘાસચારાની ઉપજમાં ૩પ ટકાના વધારા તરફ દોરી ગયો છે. જેનાથી ખેડૂતોની ડેરી આવક વધારવામાં મદદ મળી છે.

યુપીએલ લીમીટેડના બિઝનેસ હેડ અવિન્દ્ર શાહે પ્રોગ્રામની સફળતા વિશે કહયું હતું કે, ભારતમાં મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ચાવીરૂપ રાજય છે અને દેશમાં કોઇ પણ રાજયની સૌથી વધુ ક્ષમતા ધરાવે છે. આ વિસ્તારનાં ખેડૂતો સફેદી કીડાનો ઉપદ્રવ, જળનું વ્યવસ્થાપન, જમીનમાં પોષક દ્રવ્યોની ઉણપ જેવી સમસ્યાઓનો સામનો કરે છે. અમારા પ્રોગ્રામે ઉત્કૃષ્ટ પરિણામો રજૂ કર્યા છે તથા અમને પાકની ઉપજમાં વધારો જળવાઇ રહેવાની અને આપણા દેશને ખેડૂતોની આજીવિકામાં વધારો થવાની આશા છે. યુપીએલ લીમીટેડના ભારતના રિજનલહેડ આશિષ ડોભાલે કહયું હતું કે, દરેક પાકના સર્વાંગી અને સતત વિકાસ માટે આતુર છે, જેપ્રોનયુટિવાસદા સમૃધ્ધ કાર્યક્રમનો ઉદેશ છે. અમને પ્રોગ્રામમાંથી ઉત્કૃષ્ટ પરીણામો મળવાની ખુશી છે., જે પાકની ઉપજની સાથે ખેડૂતોની આવક વધારવા તરફ પણ દોરી ગયો છે. અમરેલીના રિકાડિયાના મગફળીના ખેડૂત ઠરૂઢએ તેમનો અનુભવ જણાવતાં કહયું હતું કે, પ્રોન્યુટિવાસદા સમૃધ્ધ પ્રોગ્રામો ખરેખર મને મારા પાકની ઉપજમાં વધારો કરવામાં મદદ કરી છે. વધારે ઉપજની સાથે મગફળીની ગુણવતામાં ઘણો સુધારો થયો છે. વળી મગફળીની તેલની ક્ષમતા પણ વધી છે.

(1:24 pm IST)