Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પોરબંદરની સૌરાષ્ટ્ર કેમીકલ (નિરમા) કંપની પણ દિવાળી પહેલા ધમધમશેઃ રામભાઈ મોકરીયાના સફળ પ્રયાસો

ઓરીએન્ટ ફેકટરી પુનઃ શરૃ કરાયાના નિર્ણય બાદ સરકાર અને કંપની મેનેજમેન્ટ સાથે રાજ્યસભાના સાંસદની મધ્યસ્થીથી કામદારોની દિવાળી સુધરશે

રાજકોટ, તા. ૨૧ :. પોરબંદરમાં આવેલ  સૌરાષ્ટ્ર કેમીકલ (નિરમા) કંપની આગામી ૧૦થી ૧૫ દિવસમાં પુનઃ ધમધમતી થઈ જશે અને કામદારોની દિવાળી સુધરશે તેમ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કંપની મેનેજમેન્ટ સાથે મીટીંગ કરીને પોરબંદરમાં કામદારોને રોજગારી પુરી પાડતા ઉદ્યોગો માટે સફળ રજૂઆત કરી હતી અને કામદારોના હીતમાં આગામી ૧૦થી ૧૫ દિવસમાં આ કંપની પુનઃ ધમધમતી થઈ જશે.

રામભાઈ મોકરીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે દિવાળી પહેલા સૌરાષ્ટ્ર કેમીકલ (નિરમા) કંપની શરૃ થઈ જવાથી પોરબંદર અને આસપાસના વિસ્તારોના લોકોને ફાયદો થશે અને કામદારોને કામ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પોરબંદરમાં ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ ફેકટરી પણ દિવાળી પહેલા ધમધમતી થાય તે માટે કંપનીના સંચાલકોની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરાવી હતી અને સરકારે કાચા માલ માટે મદદરૃપ થવા માટે કંપનીને ખાત્રી આપતા આ કંપની પણ દિવાળી પહેલા ધમધમતી થઈ જશે. રામભાઈ મોકરીયાના પ્રયાસોથી પોરબંદર જિલ્લામાં આવેલ બન્ને ફેકટરીઓ ધમધમતી થવાથી કામદારોની દિવાળી સુધરી છે.

રામભાઇ મોકરીયાએ ગરીબ કામદારોના હિતમાં સનિષ્ઠ પ્રયાસો કરતા  આ બન્ને ફેકટરીઓ ધમધમતી થઇ જશે.

(1:31 pm IST)