Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પોલીસ સંભારણા દિવસ નિમિત્તે કચ્છના મુન્દ્રા કોસ્ટલ પોલીસ દ્વારા માસ્ક વિતરણ : જનસેવા સંસ્થા સાથે મળી કોરોના સામે પોલીસનું જાગૃતિ અભિયાન

(વિનોદ ગાલા દ્વારા )ભુજ:::પોલીસ સંભારણા દિવસ પ્રસંગે મુન્દ્રા કૉસ્ટલ પોલીસ મથક દ્વારા કોરોના સામે જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. પોલીસ પ્રજા નો મિત્ર છે એ ઉક્તિ સાર્થક કરી મુન્દ્રા કોસ્ટલ પોલીસ દ્વારા જનસેવા સંસ્થાની મદદથી માસ્ક વિતરણ અભિયાન શરૂ કરાયું હતું.  મુન્દ્રાના જાગૃત પત્રકાર અને જન સેવા સંસ્થાના રાજ સંઘવીએ આજે મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથક ના પીએસઆઈ ગિરીશભાઈ વાણીયાને વિતરણ માટે માસ્કનો જથ્થો અર્પણ કર્યો હતો. પોલીસ સંભારણા દિવસ પ્રસંગે કોસ્ટલ પોલીસ મથક ના પીએસઆઈ ગિરીશ ભાઈ એ જણાવ્યું હતું કે લોકો એ જાગૃતિ દાખવી માસ્ક ફરજીયાત પહેરવો જોઈએ અને કોરોના વેક્સીનના બન્ને ડોઝ અવશ્ય લેવા જોઈએ. રાજ સંઘવીએ સંસ્થા વતી મૂળ મુન્દ્રા તાલુકા ના ગેલડા ગામના વતની અને હાલ મુંબઈ રહેતા ચંદ્રકાન્તભાઈ સૈયા પ્રત્યે માસ્કનો જથ્થો મુંબઈથી મોકલવા બદલ આભાર વ્યકત કર્યો હતો. મુન્દ્રા કોસ્ટલ પોલીસ દ્વારા માસ્કનું વિતરણ કાર્ય ચાલુ છે.

(1:57 pm IST)