Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

જૂનાગઢ જિલ્લા જેલમાં જેલ સિપાઇ પર હુમલો - ડ્રેસ ફાડી નાંખ્યો

કેદીએ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૨૧ : જૂનાગઢ જિલ્લા જેલમાં જેલ સિપાઇ પર કેદીએ હુમલો કરી તેનો ડ્રેસ ફાડી નાંખી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમાં થઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢ જેલમાં સિપાઇ હેમરાજસિંહ પરમાર તા. ૧૯ની રાત્રે ૧૦ વાગ્યે સર્કલ-૧ બેરેક-૩ પાસે ફરજ પર હતા.

ત્યારે કાચા કામનો કેદી અબુલ ગની ફારૂક કુકસવાડીયાએ સિપાઇને બોલાવી દવાખાને લઇ જવા માટે કહ્યું હતું.

આથી હેમરાજસિંહ અબુલગનીને બેરેકમાંથી બહાર કાઢતા આ શખ્સે જેલ સિપાઇને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતંુ. તેમજ ઉશ્કેરાઇ જઇ હુમલો કરી હેમરાજસિંહે પહેરેલ ડ્રેસ ફાડી નાખી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ બનાવથી જેલ કર્મચારીઓ અને કેદીઓમાં હલચલ મચી ગઇ હતી.

આ અંગે જેલ સિપાઇ હેમરાજસિંહ પરમારની ફરિયાદ લઇ એ-ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ આર.પી.ચુડાસમા ચલાવી રહ્યા છે.

(2:36 pm IST)