Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ગોંડલ પોલીસે બાળકનુંમાતા-પિતા સાથે મિલન કરાવ્યું

ગોંડલ, તા.૨૧: રાજકોટના રેલવે સ્ટેશન પાસે રહેતા પરપ્રાંતીય શ્રમિકનો છ વર્ષનો માસૂમ બાળક ગોંડલ નેશનલ હાઈવે પર બિનવારસી મળી આવતા શહેર પોલીસે તપાસ હાથ ધરી તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સિટી પોલીસ ને નેશનલ હાઈવે શ્રી હોટલ પાસેથી અનિલ જગદીશભાઈ પ્રસાદને ઉમર વર્ષ ૬ની ગભરાયેલી હાલતમાં બિનવારસી મળી આવતા સીટી પોલીસના એ.એસ.આઇ રીનાબેન માલવિયાએ તેના માતા-પિતાની શોધખોળ કરી હતી અને તેના માતા-પિતા રાજકોટ રેલવે સ્ટેશન પાસે મળી આવતા બાળકે તેના પિતાને ઓળખી બતાવતા પોલીસ દ્વારા બાળકનો કબજો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો માસૂમ બાળકના પિતા જગદીશભાઈ પ્રસાદ રાજકોટ રેલવે સ્ટેશન પાસે રહી કડિયા કામ કરતા હોય માસુમ બાળક રમતા-રમતા અનાયાસે ગોંડલ પહોંચી જવા પામ્યો હતો પોલીસની તકેદારીથી બાળકનું તેના પરિવારજનો સાથે મિલન થવા પામ્યું હતું.(તસ્વીર-જીતેન્દ્ર આચાર્ય)

(11:42 am IST)
  • રાજસ્થાનમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં 3007 નવા કેસ નોંધાયા : જયપુર,જોધપુર, ઉદયપુર,બિકાનેર , અલ્વર ,કોટા , અજમેર અને ભીલવાડામાં રાત્રી કર્ફ્યુ લગાડયો access_time 12:33 am IST

  • ભારત સામે જીતવા માટે કોહલીને શાંત રાખવો જરૂરીઃ પેટ કમિન્સ access_time 3:22 pm IST

  • મથુરાના જંગલમાં આશ્રમ બનાવી રહેતા 3 સાધુઓ પૈકી 2 નું મોત : ત્રીજા સાધુની હાલત ગંભીર : ચા માં ઝેર ભેળવાયું હોવાની શંકા : પોલીસ તપાસ ચાલુ access_time 8:23 pm IST