Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

દ્વારકાના કુરંગા નજીક કારની ઠોકરે બે ભેંસના ઘટના સ્થળે જ મોત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૧: કલ્યાણપુરના સુઇનેશ વાડી વિસ્તારમાં રહેતા કાનાભાઇ રામદેભાઇ ધારાણી (ઉ.વ.પ૦) નામના ગઢવી પ્રૌઢ ગત રોજ પોતાની ભેંસોને ચરાવવા માટે જતાં હતાં ત્યારે કુરંગા નજીક રોડ ક્રોસ કરતી વખતે સામેથી પુરપાટ ઝડપે આવતી જી.જે.૧૦-બીજી ૩૮૮૮ નંબરના કાર ચાલકે ભેંસને ઠોકરે લેતા બન્ને ભેંસો પડી જતાં ત્યાં જ મોત નિપજયું હતું. કાર ચાલક નાશી છુટતા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

દ્વારકામાં વેપારીનું બાઇક ચોરાયું

દ્વારકાના જલારામ આવાસમાં રહેતા હિતેશભાઇ મોહનભાઇ જાખરીયાએ પોતાની મોટર સાઇકલ જી.જે.૧૦-બીએમ ૮૦૩૬ નંબરની સ્પ્લેન્ડર પ્લસ બાઇક પોતાના ઘર પાસે પાર્ક રહેલ હતું તે કોઇ અજાણ્યો શખ્સ ચોરી જતા પોલીસે હિતેશભાઇની ફરીયાદ પરથી અજાણ્યા બાઇક ચોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દંપતિ ઉપર મહિલા સહિતનો હુમલો

ઓખાના ગાંધીનગર ભુંગામાં પ્રજાપતિ સમાજની વાડી પાસે રહેતા પ્રકાશભાઇ ભીખુભાઇ પાણખાણીયા (ઉ.વ.૪૦) નામના પ્રજાપતિ કુંભાર યુવાને ઓખા મરીન પોલીસમાં નોંધાવેલી ફરીયાદના આધારે પોલીસે અમન સુલતાન સોઢા, સુલતાન સોઢા, જુબેદાબેન સુલતાન વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પ્રજાપતિ યુવાને ફરીયાદમાં જણાવ્યું છે કે, ગત રાત્રીના સાડા નવેક વાગ્યે મારો પુત્ર છાસ અને બકાલુ લેવા ગયો હતો ત્યારે આરોપીઓએ મારા પુત્રનું નામ બગાડી મશ્કરી કરતા હોય આથી નામ બગાડવાની ના પાડી પુત્ર ઘરે આવ્યો હતો જે બાદ થોડીવારમાં આરોપીઓ મારા ઘરે આવી જેમ ફાવે તેમ ગાળો કાઢી મને બહાર બોલાવેલ ઢીકાપાટુ અને લાકડીનો માર મારતા મારા પત્ની નીરૂબેન છોડાવવા વચ્ચે આવતા તેઓને પણ ધક્કો મારી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતાં. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:52 pm IST)
  • ઈરાકમાં આતંકી હુમલો: આઠના મોત:બગદાદ: ઈરાકના સલાહાદિન પ્રાંતમાં આઈએસઆઈએસ આતંકીઓએ હુમલો કરતા 6 સૈનિકો સહિત 8 લોકો માર્યા ગયાના અહેવાલો મળે છે. (પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:46 am IST

  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • એક લેબ્રાડોર ડોગ, અને બે માલીક, હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ : હોશંગાબાદમાં એક લેબ્રા ડોગ પર બે લોકોએ માલિકી હક્ક બતાવ્યો :મામલો વધુ બિચકાતા પોલીસ મથકે પહોંચ્યો : બંને પક્ષોએ પોતાની તરફેણમાં કેટલાક દસ્તાવેજો પણ રજૂ કરતા પોલીસ પણ ચકરાવે ચડી : હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ access_time 12:52 am IST