Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મોરબી : 25 નવેમ્બરે તમામ પ્રકારના કતલખાના બંધ રખાવવા નગરપાલિકાને અનુરોધ.

માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કરવા પર પણ પ્રતિબંધ મુકવાની રજુઆત

મોરબી :  સિંઘના હૈદ્રાબાદમાં તા.25 નવેમ્બર 1869માં જન્મેલા થાંવરદાસ લીલારામ વાસવાણ કે જેઓ વિશ્વભરમાં સાધુ ટી.એલ.વાસવાણી તરીકે આજે પણ પ્રસિધ્ધ છે. દર વર્ષે  તેમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત અને વિશ્વમાં માંસ રહિત દિવસ અર્થાત મીટલેસ ડે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ અંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉપ સચિવ દ્વારા મોરબી નગરપાલિકાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને આગામી 25 નવેમ્બરના રોજ મોરબી ખાતે તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા માટે અનુરોધ કરવામ આવ્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉપ સચિવ દ્વારા મોરબી નગરપાલિકાને કે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સાધુ ટી.એલ.વાસવાણીના જન્મદિન નિમિતે આગામી 25 નવેમ્બરના રોજ મોરબી ખાતે નગરપાલિકાની હદમાં તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કરવા પર પણ પ્રતિબંધ મુકવાની રજુઆત કરવામાં આવી હતી. કારણ કે સાધુ વાસવાણીજીએ વિશ્વભરના લોકોને શાકાહારી જીવન જીવવાની પ્રેરણા આપી હતી. પ્રાણીઓ પ્રત્યેની નિર્દયતા રોકવા માટે તેમણે લોકોને સમજ આપી હતી. પુનાના સાધુ વાસવાણી મિશનના સંત જસન વાસવાણી આ વિચારધારાને આગળ ધપાવી રહયા છે. આ સંગઠનનું માનવું છે કે જયાં સુધી મનુષ્ય  ભોજન માટે પ્રાણીઓની કતલ કરે છે ત્યાં સુધી વિશ્વ શાંતિની કલ્પના મુશ્કેલ છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય માંસહીન દિવસનું મહત્ત્વ સમજી લંડન, સ્પેન, જર્મની, વેસ્ટ ઈન્ડિયા, સિંગાપોર, ન્યૂજર્સી સહિતના દેશો સ્વેચ્છાએ આ ઝુંબેશમાં જોડાયા છે. તેથી મોરબી નગર પાલિકાને પણ રજુઆત કરવામાં આવી છે

 

(10:35 pm IST)