Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મોરબી: ઇંગ્લીશ દારૂના ગુનામાં સવા વર્ષથી નાસતા ફરતો રાજસ્થાની શખ્સ ઝડપાયો.

મોરબી તાલુકામાં ઇંગ્લીશ દારૂના ગુનામાં સવા વર્ષથી નાસતા ફરતો રાજસ્થાની શખ્સની એલ.સી.બી. પોલીસ /  પેરોલ ફર્લો સ્કોડએ ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ચોક્કસ બાતમી મળી હતી કે,  ટંકારામાં ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં છેલ્લા સવા વર્ષથી નાસતો ફરતો મૂળ રાજસ્થાનનો વતની આરોપી અજીજ ઉર્ફે જીતુ દીના ઉર્જાજી કઠાત હળવદ તરફથી અણીયારી ટોલનાકા તરફ ટ્રક લઇ આવતો હોવાની બાતમી મળી હતી.
જેથી પોલીસકર્મીઓએ ઘટના સ્થળે વોચ ગોઠવી હતી. જ્યાં આરોપી અજીજ મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાય કરી ટંકારા પોલીસ ખાતે હસ્તગત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI  એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાય હતા

 

(10:37 pm IST)