Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વિધાનસભા ચુંટણીને પગલે મોરબીના ત્રણ બુટલેગરો પાસા તળે જેલ ધકેલાયા.

મોરબી :વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈને મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ દ્વારા ત્રણ બુટલેગરોને પાસા કાયદા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ અને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા આવી પ્રવૃતિની ગંભીરતા સમજી ત્રણ બુટલેગરો વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો જેથી મોરબી એલસીબી અને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા યોગીરજ્સિંહ ખોડુભા વાઘેલા, ધર્મેશ ઉર્ફે ધમો જગદીશભાઈ મેર અને ધનરાજસિંહ શાંતુભા મકવાણા રહે ત્રણેય મોરબી વાળા બુટલેગરોને ઝડપી લઈને અમદાવાદ અને વડોદરા જેલ મોકલી દેવામાં આવ્યા છે
જે કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ કે જે ચૌહાણ, એ દીવીન પીઆઈ એચ એ જાડેજા, પીએસઆઈ એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડ અને ટેકનીકલ ટીમ જોડાયેલ હતી.

 

(10:37 pm IST)