Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મા નો અર્થ જોડણી કોષ નહી પરંતુ જીવનકોષમાં જોવાનો હોય : રાકેશભાઇ રાજયગુરૂ

ભાવનગર તા. ૨૧ :ઉપાસના પધ્‍ધતી પ્રદર્શનની નહી પણ દર્શનની પધ્‍ધતી છે. ‘‘આઇ યુ'' અને ‘‘બાઇ યુ'' માં મોટો તફાવત છે.

આ અમૃતવાણી ચોટીલાના જલારામ મંદિરે ચાલતી દેવી ભાગવત કથાના ચતુર્થદીને વ્‍યાસાસને બીરાજેલ મુંબઇ (મીરારોડ)ના શાષાી રાકેશભાઇ આર. રાજયગુરૂએ પીરસી હતી. તેમણે જણાવ્‍યુંકે સંકટવેળાએ દેવી-દેવોના શરણમાં જવાથી મુકત થઇ શકાય. સંસારમાં સફળતા પુણ્‍યાધીન જયારે ધર્મમાં સફળતા પુરૂષાર્થાધીન છે. ધર્મને પામવા મનને ઉમદા રાખવું પડે પરમાત્‍માની ભકિતએ કોઇને નિર્બળ બનાવ્‍યા નથી. જગતની શકિતએ નિર્મળ રહેવા દીધા નથી. કર્મ સત્તા બહારનું બગાડી શકે. પરંતુ ધર્મ સત્તા અંદરનું બધુ જ સુધારી શકે. હૃદયને જે આર્તં બનાવે એ આરતી દેવી ભાગવતના કથાકાર રાકેશભાઇએ અંતમાં કહ્યું કેસત્‍ય પ્રાપ્‍તિ એ આત્‍માનું સુખ તેમણે ધર્મ સંસ્‍કારો ટકાવવા પાપ ક્રિયા ત્‍યજવાની શીખ આપેલ હતી. આજે કથામાં મુંબઇના પ્રખર ગૌભક્‍ત ભાગવતપ્રવકતા રસીકભાઇ વી. રાજ્‍યગુરૂનું વ્‍યાખ્‍યાન યોજાયેલ.

(10:20 am IST)