Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સાયલા એસટી ડેપોમાં નિયમિત પાસ નહીં નીકળતા વિદ્યાર્થીઓ પરેશાન : રજૂઆત

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા. ૨૧ : સાયલા એસટી ડેપોમાં નિયમિત પાસ નહીં નીકળતા વિદ્યાર્થીઓ પરેશાન બન્‍યા છે ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓના પાસ નહીં નીકળતા વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં મુકાયા છે અનેક રજૂઆતો કરવા છતાં પ્રશ્‍ન યથાવત છે.

અવારનવાર કનેક્‍ટિવિટીના પ્રશ્‍ન સાયલા એસટી ડેપોમાં જોવા મળે છે જેને લઇ વિદ્યાર્થીઓને પાસ નીકળવામાં અનિયમિતતા જોવા મળી રહે છે. સાયલા તાલુકાના ૭૩ જેટલા ગામડાઓમાંથી વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થી અભ્‍યાસ અર્થે સાયલા તેમજ સુરેન્‍દ્રનગર અપ- ડાઉન કરતા હોય છે જેઓના નિયમિત પાસ નહીં નીકળતા સ્‍વખર્ચે અપ ડાઉન કરવાનો વારો આવે છે. અમુક ટકા પાસ વેપારીઓના મુસાફરી પાસ માં પણ આવા પ્રશ્‍નો ઉત્‍પન્ન થયા છેવિદ્યાર્થીઓને નિયમિત પાસ નહીં નીકળતા રોષની લાગણી જોવા મળી છે.જ્‍યારે એસટી ડેપોના મેનેજર દર વખતે નેટ નથી નેટ પ્રોબ્‍લેમ છે તેવો એક જ નનૈયો ભણતા જોવા મળે છે. વિદ્યાર્થીઓની એક એવી પણ એલ એમ વોરા સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી નયના બેન કલોતરા વિદ્યાર્થીની ઓની માંગછે કે વિદ્યાર્થીઓ માટે સ્‍પેશિયલ બસ ફાળવવામાં આવે જ્‍યારે વિદ્યાર્થીઓની સંખ્‍યા બસ કરતા પણ વધારે છે.

(10:22 am IST)