Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જસદણ બેઠક માટે ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ રજૂ કર્યા : ભોળાભાઇ કરતા કુંવરજીભાઇએ અઢી ગણો વધારે ખર્ચ કર્યો

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨૧ : જસદણ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ ચૂંટણી ખર્ચ રજૂ કર્યા હતા.

જસદણ બેઠકના ચૂંટણી અધિકારી રાજેશ જી. આલ સમક્ષ ઉમેદવારોના ખર્ચ એજન્‍ટો દ્વારા ચૂંટણી માટે કરેલા ખર્ચ રજૂ કરવામાં આવ્‍યા હતા. જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ તારીખ ૧૪-૧૧ થી તારીખ ૧૭-૧૧ સુધીનો કુલ ૩,૫૮,૧૮૦ રૂપિયાનો ખર્ચ રજૂ કર્યો હતો. જેમાં ફોર્મ ભરવાના દિવસે ૧૭૨૦ વ્‍યક્‍તિનો ૧૧૦ રૂપિયા મુજબ ભોજનનો ખર્ચ ૧,૮૯,૨૦૦, ખુરશી ભાડું ૮૬૦૦ મંડપ સર્વિસના ૧૫૩૮૦, રેલીમાં ચા-પાણીના ૭૫૦૦, પ્રચાર માટેની ગાડીમાં પેટ્રોલ-ડીઝલનો ખર્ચ, ડીજેનો ખર્ચ, ઉમેદવારી કરવાની ડિપોઝિટ વગેરે દર્શાવ્‍યા છે.

કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે તારીખ ૧૦-૧૧ થી તારીખ ૧૭-૧૧ સુધીનો કુલ ૧,૩૦,૩૩૦ નો ખર્ચ રજૂ કર્યો છે. જેમાં ફોર્મ ભરવાના દિવસે ૩૦૦ વ્‍યક્‍તિનો નાસ્‍તાનો ખર્ચ ૨૧૦૦૦ રૂપિયા, ચા. - પાણીના રૂ. ૪૦૦૦, સાઉન્‍ડ સિસ્‍ટમના રૂ. ૩૦૦૦, મંડપ સર્વિસના રૂ. ૯૦૦૦, પેટ્રોલ ડીઝલ ખર્ચ રૂ. ૫૦૦૦, બેનર ખર્ચ રૂ. ૮૦૦૦, ડીજેનો ખર્ચ, ચૂંટણી ડિપોઝિટ વગેરે દર્શાવવામાં આવ્‍યા છે.

અપક્ષ ઉમેદવાર દેવરાજભાઈ મકવાણાએ પેટ્રોલ ડીઝલ ખર્ચ સ્‍ટેશનરી વગેરે મળી ૪૦૫૬૯ નો ખર્ચ,ᅠ શામજીભાઈ ડાંગરે ડિપોઝિટ તેમજ નોટરી મળીને કુલ ૧૨,૫૦૦ નો ખર્ચ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસભાઈ ગાજીપરાએ ૩૩૦૦ᅠ ભોજન ખર્ચ, સ્‍ટેશનરી નોટરી ડિપોઝિટ વગેરે મળીને કુલ ૨૧૨૪૦ રૂપિયાનો ખર્ચ રજૂ કર્યો હતો. જોકે આᅠ નિયમ મુજબ ખર્ચ રજૂ કર્યો છે બાકી ચૂંટણીમાં છાનેખૂણે તમામ પક્ષો ઉમેદવારો કેટલો ખર્ચ કરતા હોય છે તે હવે દરેક જાણે જ છે.

(10:22 am IST)