Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ગોંડલની સાજડિયાળી હાઈસ્‍કૂલના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અ૫ાઇ

 ગોંડલ : શહેર અને તાલુકાના ૧૦૦ ગામડાઓમાં છેલ્લા ૩૮ વર્ષ થી સામાજિક અને પર્યાવરણ જાગળતિનું કાર્ય કરતી ગોંડલ ફોરેસ્‍ટ યુથ કલબ દ્વારા ગોંડલ તાલુકાની સાજડિયાળી ગામની સરકારી હાઈસ્‍કૂલના ધોરણ ૯ અને ૧૦ના તમામ વિદ્યાર્થીઓ માટે આસનપટ્ટા,નોટબુક,કંપાસ, પેડ, બોલપેન, પેન્‍સિલ, રબર, શાર્પનર, સ્‍કેચપેન, ક્રિયોન કલર બોક્‍સ, ફૂટપટ્ટી, ફાઈવસ્‍ટાર ચોકલેટ્‍સ અને દાવત એપલ કોલ્‍ડડ્રિન્‍કસ વગેરે વસ્‍તુઓ પુરતા જથ્‍થામાં ભેટ આપવામાં આવ્‍યા. સાજડિયાળી સરકારી હાઈસ્‍કૂલના ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગ થી અંદાજે ૧૫ હજાર ની કિંમત ની વિવિધ શૈક્ષણિક સાધનોની ભેટ દાતા  પ્રવીણભાઈ વામજા,ચંદ્રકાંતભાઈ પટેલ ઉદ્યોગ ભારતી, સાગરભાઈ અગ્રાવત HIIEM અમદાવાદ, હિતેશભાઈ રાઠોડ એરટેલ, ભરતભાઇ ચૌહાણ, ડો.લક્ષીત સાવલિયા અને ડોકટર્સ મિત્રો મનસુખભાઇ અગ્રાવત શિક્ષક વસાવડ, ચંદુભાઈ ખાનપરા દાવત બેવરેઇઝ, જેન્‍તીભાઈ મિષાી, લક્ષમનભાઈ પટેલ ડેકોર ગ્રૂપ, કેવલ્‍ય નયનભાઈ જોશી, જયશ્રીબેન હિતેશભાઈ દવે ડીવાઇન ગ્રૂપ રાજકોટના સહયોગથી સાજડિયાળી હાઈસ્‍કૂલના પ્રિન્‍સિપાલ પ્રીતિબેન ગૌસ્‍વામીની અપીલના કારણે પ્રકળતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા સાજડિયાળી ગામના વડીલ-બુદ્ધજનોની ઉપસ્‍થિતિમાં પ્રાથમિક શાળા અને હાઈસ્‍કૂલના ટોટલ ૧૫૦ વિદ્યાર્થીઓને ગોંડલના કેવલ્‍ય નયનભાઈ જોશીના સહયોગથી સુવર્ણપ્રાશન ઔષધ પુષ્‍ય નક્ષત્રમાં વિનામૂલ્‍યે આપવામાં આવ્‍યું. સાજડિયાળી સરકારી હાઈસ્‍કૂલના આચાર્ય પ્રીતિબેન ગૌસ્‍વામી તેમજ અન્‍ય શિક્ષકો અને દાતાઓના સહયોગથી જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો ની ભેટ આપવામાં આવી. આ તકે પ્રકળતિપ્રેમી હિતેશભાઈ દવેએ બન્ને શાળાના ૧૫૦ વિદ્યાર્થીઓને માનવીના જીવનમાં શિક્ષણનું મહત્‍વ અને ઉપયોગીતા અને માનવ જીવન વિકાસમાં પ્રકળતિ, પર્યાવરણ અને  વળક્ષો અને વન્‍ય જીવોનું મહત્‍વ તેમજ સફાઈની આદત અને પ્રદુષણ નિવારણ આપણી પ્રથમ ફરજ વિશે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપેલ હતું. શાળાના વિદ્યાર્થીઓ માટે અમૂલ્‍ય શૈક્ષણિક સાધનોની ભેટ આપવા માટે હિતેશભાઈ દવે અને દાતાઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.(તસ્‍વીર-અહેવાલ : હરેશ ગણોદીયા, ભાવેશ ભોજાણી ગોંડલ)

 

(10:24 am IST)