Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

લીંબડી બેઠક ઉપર પોસ્‍ટલ બેલટથી મતદાન થયુ

વઢવાણ,તા.૨૧ : લીંબડી  વિધાનસભાની   ચૂંટણીમાં ૮૦ વર્ષ ઉપરના સીનીયર સીટીઝન તેમજ શારીરિક રીતે અસક્ષમ મતદારો માટે પોસ્‍ટલ બેલેટથી મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં કુલ ૩૦ પોલ ઓફિસર ૩૦ મદદ પોલ ઓફિસર ની નિમણૂક કરી અને કામગીરી શરૂ કરવામાં આવી છે ૬૧ લીમડી વિધાનસભા  લીંબડી-સાયલા-ચુડા માં કુલ ૬૩૧ મતદારો નોંધાયા છે જેવુંનો આજરોજ મતદાન કરવામાં આવ્‍યું હતું વળદ્ધ મતદાર મહિલા દ્વારા લોકોને વધુ મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી કુલ ૩૦ ટિમો માટે પ્રત્‍યેક ટુકડી દીઠ એક પોલીસ કર્મચારીની પણ ફાળવણી કરવામાં આવી હતી પ્રત્‍યેક મતદાન ટીમ સાથે એક વિડીયોગ્રાફર પણ રાખવામાં આવ્‍યો છે. મતદાનમાં બાકી રહેતા મતદારો માટે આવનાર ૨૩ તારીખના રોજ મતદાન કરવામાં આવશે.

ખર્ચ રજીસ્‍ટરોની તપાસણી તારીખો જાહેર

 સુરેન્‍દ્રનગર જિલ્લાનાં પાંચ વિધાનસભા મત વિસ્‍તારના ઉમેદવારોના ખર્ચ રજીસ્‍ટરોની તપાસણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જેમાં ૬૦-દસાડા, ૬૧-લીંબડી, ૬૨-વઢવાણ, ૬૩-ચોટીલા વિધાનસભા મત વિસ્‍તાર ઉમેદવારોનાં ખર્ચ રજીસ્‍ટરોની તપાસણી કાર્યક્રમમાં -થમ ખર્ચ રજીસ્‍ટર તપાસણી તારીખ ૨૧/૧૧/૨૦૨૨ ના રોજ હાથ ધરાશે. ખર્ચ રજીસ્‍ટર તપાસણીની દ્વિતિય તારીખ ૨૫/૧૧/૨૦૨૨ તથા ખર્ચ રજીસ્‍ટર તપાસણીની તળતીય તારીખ ૨૯/૧૧/૨૦૨૨ રહેશે. આ ઉપરાંત ૬૪-ધાંગધ્રા વિધાનસભા મતવિસ્‍તાર ઉમેદવારો માટે ખર્ચ રજીસ્‍ટર તપાસણીની -થમ તારીખ ૨૨/૧૧/૨૦૨૨, ખર્ચ રજીસ્‍ટર તપાસણીની દ્વિતિય તારીખ ૨૬/૧૧/૨૦૨૨ તથા ખર્ચ રજીસ્‍ટર તપાસણીની  તળતીય તારીખ ૩૦/૧૧/૨૦૨૨ રહેશે તેમ યાદીમાં જણાવ્‍યું છે.

(11:07 am IST)