Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જિંદગીનો જંગ ખેલતી માસૂમ મનુશ્રી માટે ગૌતમ અદાણી દેવદૂત બન્‍યા

સોશ્‍યલ મિડીયાની મદદની અપીલ ઝીલનાર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની થઈ રહી છે પ્રશંસા

 (વિનોદ ગાલા દ્વારા) ભૂજ,તા.૨૧ :  વિશ્વના ત્રીજા અને એશિયાના સૌથી આમિર વ્‍યક્‍તિ ગૌતમ અદાણી ની સોશિયલ મીડિયા પાર ખુબ પ્રશંસા થઇ રહી છે. આ વખાણ કોઈ ડીલ કે નવું પદ મેળવવા માટે નહિ, પરંતુ તેમની ઉદારતા માટે કરવામાં આવી રહી છે. હકીકતમાં આર્થિક સંકડામણ ને કારણે જીવન અને મળત્‍યુ ની લડાઈ લડી રહેલા માસુમ બાળક માટે ગૌતમ અદાણી દેવદૂતની જેમ સામે આવ્‍યા અને તેની સારવારની જવાબદારી ઉપાડી.

  અદાણી ગ્રુપના ચેરમેન ગૌત્તમ અદાણીએ ચાર વર્ષની બાળકીની સારવારની તૈયારી દર્શાવી હતી. ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં રહેતી બાળકી મનુશ્રી ગંભીર હ્રદયની બીમારીનો સામનો કરી રહી છે. બાળકીની લખનૌની સંજય ગાંધી હોસ્‍પિટલમાં હાર્ટના ઓપરેશન માટે રૂ. ૧.૨૫ લાખની જરૂર હતી. બાળકીના પરિવારની આર્થિક હાલત ખરાબ હોવાથી સારવાર કરવા અસમર્થ હોવાથી આશુતોષ ત્રિપાઠી નામની વ્‍યક્‍તિએ સોશિયલ મીડિયામાં બે દિવસ પહેલા મદદ માટે અપીલ કરી હતી.

 ત્રિપાઠીએ સોસીયલ મીડિયા ટ્‍વીટમાં લખ્‍યું હતું કે, મારા સહયોગી અને લખનૌના સરોજનીનગર વિસ્‍તારમાં રહેતી ૪ વર્ષિય મનુશ્રીના હાર્ટમાં છીદ્ર છે. જેની સારવાર માટે રૂ. ૧.૨૫ લાખ જેટલો ખર્ચ હોસ્‍પિટલોના તબીબોએ જણાવ્‍યો હતો. પરિવારજનોની આવક ઓછી હોવાને કારણે ઓપરેશન ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. તેમજ આશુતોષ ત્રિપાઠીએ આર્થિક મદદ માટે -જાને અપીલ કરી હતી. દરમિયાન જાણીતા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણી એ ટ્‍વિટ કરીને લખ્‍યું કે ‘‘મનુશ્રી બહુ જલ્‍દી ઠીક થઇ જશે. મેં અદાણી ફાઉન્‍ડેશન ને નિર્દોષ ના પરિવારનો સંપર્ક કરવા અને તેમને દરેક સંભવ મદદ કરવા કહ્યું છે.''તેણે આગળ લખ્‍યું કે મનુશ્રી ટૂંક સમયમાં તેની શાળામાં પરત ફરી શકશે અને તેના મિત્રો સાથે ફરી રમી શકશે. અદાણીની આ ટ્‍વિટ ઝડપ થી વાયરલ થઇ રહી છે અને યુઝર્સ તેમની ઉદારતા ના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્‍યું‘‘તમની મદદ માટે આભાર, અદ્દભુત !''  તે જ સમયે અન્‍ય એક યુઝરે લખ્‍યું કે ‘‘તમે દિલ થી આમિર છો.''

(12:30 pm IST)