Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

પબુભા માણેક દ્વારા કાર્યાલયોનું ઉદઘાટન

હાલ જ્‍યારે વિધાનસભાની ચુંટણીનાં ઢોલ વાગી ગયા છે ત્‍યારે ૮૨ વિધાનસભાનાં ભાજપનાં  ઉમેદવાર શિવભક્‍ત અને ગૌભક્‍ત  પબુભા માણેક દ્વારા ચુંટણી કાર્યાલયો ખોલવામાં આવી રહ્યા છે. આ તકે ઓખા, આરંભડા, સુરજકરાડી અને મીઠાપુર ખાતે રાજ્‍ય સભાનાં સાંસદ શ્રી કે. લક્ષ્મણજી અને યુવા નેતા સહદેવસિંહ પબુભા માણેક દ્વારા ચુંટણી કાર્યાલયોનું ઉદઘાટન કરાયું આ પ્રસંગે તેમની સાથે મોહનભાઈ બારાઇ, ખેતાજભા કેર, યુવરાજસિંહ વાઢેર તથા ભાજપનાં અનેક આગેવાનો ઉપરાંત ગ્રામજનો પણ જોડાયા હતા.

(12:22 pm IST)