Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મીઠાપુરમાં ક્રિકેટર મુનાફ પટેલ દ્વારા ખેલાડીઓની બોલિંગ ટ્રાય લેવામાં આવી :

મીઠાપુર : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્‍ટ બોલર મુનાફ પટેલ દ્રારા ટાટા કેમ ડી એ વી પબ્‍લિક સ્‍કૂલનાં ગ્રાઉન્‍ડમાં સ્‍થાનિક ખેલાડીઓની ફાસ્‍ટ બોલિંગની ટ્રાય લેવામાં આવી હતી. આ કાર્યક્રમ આદિત્‍ય બિરલા કેપિટલનાં સહયોગથી બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે મીઠાપુર ટાટા કેમિકલ્‍સનાં વાઇસ પ્રેસિડેન્‍ટ શ્રી એન કામથ  તથા મીઠાપુર ટાટા કેમ ડીએ વી પબ્‍લિક સ્‍કૂલનાં પ્રિન્‍સિપાલ આર કે શર્મા દ્વારા મુનાફ પટેલનું સ્‍વાગત કરાયું હતું. (તસ્‍વીર- અહેવાલ : દિવ્‍યેશ જટણીયા મીઠાપુર)

(11:09 am IST)