Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મીઠાપુર ટાટા હોસ્‍પિટલમાં એમડી તરીકે ડો. દિવ્‍યેશ કાલરીયા

મીઠાપુર તા. ૨૧ : મીઠાપુર ટાટા હોસ્‍પિટલ માં છેલ્લા ઘણા સમયથી એમ.ડી. ડો.ની જગ્‍યા ખાલી પડેલ હતી. તેથી એમ. ડી. ફિઝિશિયનની જગ્‍યા પર ડો. દિવ્‍યેશ કાલરીયાની નિમણુંક કરવામાં આવી છે. મીઠાપુર તથા તેની આજુબાજુનાં વિસ્‍તારો માટે આ હોસ્‍પિટલ આશીર્વાદરૂપ હોય આ નિમણુક થતાં સ્‍થાનિક લોકોને આની સેવાઓ પ્રાપ્ત થશે.

(11:10 am IST)