Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ટાટા કેમિકલ્‍સની કે એસ સોમશેખરન નાયર મેમોરિયલ ઓપન ઓખામંડલ સાયકલોથોનને પ્રતિસાદ

મીઠાપુર,તા.૨૧ :  ટાટા કેમિકલ્‍સ લિમિટેડે ઓખામંડલના રહેવાસીઓ અને ટાટા કેમિકલ્‍સના કર્મચારીઓ માટે   કે એસ સોમશેખરન નાયર મેમોરિયલ ઓપન ઓખામંડલ સાયકલોથોનની ૨૧મી એડિશનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ ટાટા કેમિકલ્‍સ, મીઠાપુરના ભૂતપૂર્વ કર્મચારી સ્‍વ. કે એસ સોમશેખરન નાયરની યાદમાં યોજાયો હતો, જેઓ વર્ષ ૧૯૮૪થી વર્ષ ૧૯૮૭ સુધી ટાટા કેમિકલ્‍સના મીઠાપુર પ્‍લાન્‍ટના એસ્‍ટેટ અને સીકયોરિટી ઓફિસર તરીકે કામ કરતાંહતાં તેમજ સોમન નાયર તરીકે લોકપ્રિય હતા. સાયકલોથોનને લીલી ઝંડી શ્રી એન કામથે આપી હતી.

 આ ૪૨.૨ કિલોમીટરની સાયકલોથોનમાં કુલ ૧૫૦ લોકો સામેલ થયા હતા, જેની શરૂઆત અને જેનો અંત મીઠાપુર ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં આવ્‍યો હતો. આ સાયકલોથોનના વિજેતા તરીકે  વિશાલ હેરભા જાહેર થયા હતા, તો  ભાવેશ ડી સુમાનિયા પ્રથમ રનરઅપ અને  ધર્મેન્‍દ્ર ધેડિયા બીજા રનરઅપ બન્‍યાં હતાં.

સાયકલોથોન વિશે ટાટા કેમિકલ્‍સ લિમિટેડ, મીઠાપુરના મેનુફેક્‍ચરિંગના વીપી  એન કામથે કહ્યું હતું કે, વર્ષોથી અમે અમારા ભૂતપૂર્વ કર્મચારી કે એસ સોમશેખરન નાયરને સ્‍મરણાંજલિ આપવા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. તેઓ ટાટા કેમિકલ્‍સના કર્મચારીઓ અને સ્‍થાનિક લોકોમાં સમાન આદરભાવ ધરાવતા હતા. આ સાયકલોથોનમાં મોટી સંખ્‍યામાં કર્મચારીઓ અને સ્‍થાનિકોનું સામેલ થવું તેમના પ્રભાવનો પુરાવો છે. હું આ કાર્યક્રમને સારી રીતે સફળ બનાવવા બદલ દરેકનો આભારી છું.

 સાયકલોથોનના વિજેતા  ૮ વિશાલ  હેરભાએ કહું હતું કે. એસ સમશેખરન  નાયર મેમોરિયલ ઓપન અખોમડલ સયકવથાનમાં સામેલ થવું  અને વિજેતા બનવું ગર્વ બાબત છે. કોઈ પણ પ્રસંગને ઉજવવા કે જોવા સમનજના વિવિધ વર્ગોમાંથી મોટી સંખ્‍યામાં લોકો સામેલ થવાથી સમુદાયની અંદર એકતા અને જોડાણ વધે છે. વળી સાયકલિંગ ફિટનેસ હાંસલ કરવાની સારી રીત છે અને હું દર વર્ષે આ કાર્યક્રમ યોજવા માટે ટાટા કેમિકલ્‍સનો આભારી છું.

(11:10 am IST)