Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

હજુપણ વિસાવદરના પ્રેમપરા આંબાજળ નદીકાંઠા વિસ્‍તારમાં દિપડાના આંટાફેરા

વિસાવદર,તા.૨૧: વિસાવદરના પ્રેમપરા આંબાજળ નદી કાંઠા વિસ્‍તારમાંથી છેલ્લા ૮ વર્ષમાં ૬૦ દિપડા પાંજરે કેદ થયા હોવાનું ખેડૂતે જણાવ્‍યું હતું. ત્‍યારે જ છેલ્લા ૨ દિવસમાં વધુ ૨ દિપડા પાંજરે પુરાયા હતા. વિસાવદર પંથકના પ્રેમપરા ગામની સીમમાં પુરાયા હતા. વિસાવદર પંથકના પ્રેમપરા ગામની સીમમાં દિપડાની રંજાડ વધી ગઇ હોય ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્‍યો હતો. અને વનવિભાગને જાણ કરતા પાંજરા મુકાયા હતા. બે દિવસમાં બે દિપડા પાંજરે પુરાયા હતા. અને સાંસણ એનિમલ કેર ખાતે મોકલી દેવાયા હતા. બે દિવસ પહેલા હરસુખભાઇ પટેલની વાડીએથી દિપડો પાંજરે કેદ થયો હતો.

બાદમાં શૈલેષભાઇ વેકરીયા સવારે વાડીએ ગયાએ સમયે દિપડાએ દોડ મુકતા માંડમાંડ જીવ બચાવી ભાગી શક્‍યા હતા. થોડા સમય બાદ તેમના ખેતરની ઓરડીમાં પણ દિપડો જોવા મળતા વનવિભાગને જાણ કરાઇ હતી. જેને પકડવા પાંજરૂ મુકતા અંતે દિપડો પુરાયો હતો. હરસુખભાઇની વાડીમાં હજુ એક દિપડો હોવાનું જાણવા મળે છે. આ અંગે ખેડૂતોએ કહ્યુ હતુ કે, થોડા દિવસ પહેલા જ બે દિપડાએ એ વૃધ્‍ધનો જીવ લીધો હતો. અને આ બનાવ બાદ ૫ થી  ૬ દિપડા પાંજરે કેદ થયા હતા.

(11:36 am IST)